
મુંબઈમાં એચએમપીવી વાઈરસનો પહેલો કેસ મળી આવ્યો છે. મુંબઈની પવઈ સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં ગત સપ્તાહમાં દાખલ છ મહિનાની બાળકી એચએમપીવી પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું છે. જોેકે, આ બાળકીને પાંચ દિવસની સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે.
ગત પહેલી જાન્યુઆરીએ કફ અને શ્વાસ લેવામાં તકલીફનો અનુભવ કરતી બાળકીને હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. આ બાળકીની સારવાર કરનારા બાળરોગ નિષ્ણાંતે કહ્યું કે તેને છાતીમાં કન્જેશન અને ઓક્સિજન સેમુરેશન ઘટીને ૮૪ ટકા થઈ ગયું હતું. આછી તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી. રેસ્પિરેટરી વાઈરસ અંગેના સંખ્યાબંધ ટેસ્ટસ કરાયા હતા જેમાં દર્દી એચએમપીવી પોઝિટીવ હોવાની જાણ થઈ હતી.ડોકટરે કહ્યું કે તેના શ્વસનમાર્ગ ખુલ્લો કરવાની દવાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બાળકીને દાખલ કરવામાં આવી હતી તેના પાંચ દિવસ પછી તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

મુંબઈમાં મળી આવેલા હ્યુમન મેટાન્યુમોવાઈરસ (એમએમપીવી)ના પ્રથમ કેસ પછી હવે મહારાષ્ટ્રમાં કેસની સંખ્યા ૩ અને દેશમાં નવ થઈ છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને ફલૂના અને શ્વસનતંત્રના દર્દીઓના કેસની જાણકારી મેળવવાના પ્રયત્નો સઘન કર્યા છે.
દરમ્યાન પુણે સ્થિત ડિરેકટોેરેટ ઓફ હેલ્થ સર્વિસિસે અગાઉ ગાઈડલાઈન્સ જાહેર કરી છે. છીંક આવે ત્યારે રૃમાલ અથવા ટીસ્યુ પેપરથી નાક અને મોઢું ઢાંકવાની હેલ્થ ડિપાર્ટમેન્ટે સલાહ આપી છે.સાબુ અને પાણીથી અથવા આલ્કોહોલ આધારિત સેનિટાઈઝરનો ઉપયોગ કરી હાથ વારંવાર ધોવાનું કહેવામાં આવ્યું છે.
મહારાષ્ટ્ર સરકારે મંગળવારે ટાસ્કફોર્સની રચના કરી હતી. આ ટાસ્ક ફોર્સ વાઈરસ પર નિયંત્રણ મેળવવા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર (એસઓપી) તૈયાર કરશે અને આગળ કયા પગલાં લેવા તે નક્કી કરશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
