
છ દિવસ દરમ્યાન સાયનથી ઘાટકોપર અને ઘાટકોપરથી વિક્રોલી તેમ જ વિક્રોલીથી મુલુંડ ચેક નાકા દરમ્યાન તો વેસ્ટર્ન હાઈવે પર બાન્દ્રાથી કાંદિવલી નાઈન્ટી ફૂટ રોડ અને આગળ દહીસર ચેક નાકા સુધી સફાઈ કરવામાં આવી હતી.
મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ઈસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર સતત છ દિવસ રાતના સમયે ચાલેલી વિશેષ સફાઈ ઝુંબેશ દરમ્યાન કુલ ૭૯ કિલોમીટરના રસ્તાની સફાઈ કરવામાં આવી હતી અને લગભગ ૧૫૮.૫ ટન કાટમાળ જમા કરવામાં આવ્યો હતો.
પાલિકાના ઘનકચરા વિભાગ દ્વારા ઈસ્ટર્ન અને વેસ્ટર્નન એક્સપ્રેસ હાઈવે પર ૧૭ માર્ચથી ૨૨ માર્ચ, ૨૦૨૫ સુધી વિશેષ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. હાઈવેની સાથે જ સર્વિસ રોડ અને બસના થાંભલાની પણ સફાઈ કરવામાં આવી હતી.

આ ઝુંબેશ છ દિવસ સુધી સતત રાતના ૧૦ વાગ્યાથી વહેલી સવારના છ વાગ્યા સુધી ચાલુ હતી. આ ઝુંબેશ દરમ્યાન ૭૯ કિલોમીટરના અંતરના રસ્તાની સફાઈ કરવાામં આવી હતી, જેમાં કુલ ૧૫૮૩૫ ટન કાટમાળ, ૩૫.૪ ટન કચરો અને ૨૪.૫ ટન અન્ય નકામી વસ્તુઓ ભેગી કરીને તેનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો.
આ ઝુંબેશ દરમ્યાન હાઈવેને લાગીને આવેલા સર્વિસ રોડ, રેમ્પ વગેરની સફાઈ, હાઈવે પર લાગેલા સાઈન બોર્ડ, નકામા ઝાડી-ઝાંખરા, બસ થાંભલાની સફાઈ, સીટિંગ એરિયાની સફાઈ, રસ્તા પર રહેલા બિનવારસ વાહનો તેમ જ ગેરકાયદે હૉર્ડિંગ્સને હટાવવાની સાથે જ ફૂટપાથ પરના પેવર બ્લોક અને ડીવાઈડરની સફાઈ અને કલર કામ વગેરે કામનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ ઝુંબેશ દરમ્યાન મિકૅનિકલ પાવર સ્વીપર્સ, લિટર પિકર્સ, મિસ્ટિંગ મશીન, ડમ્પર અને વોટર ટેકર સહિત ૧૬ ઈલેક્ટ્રિક સફાઈ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઝુંબેશની શરૂઆત ૧૭ માર્ચ, ૨૦૨૫ના રાતના ઈસ્ટર્ન એકસપ્રેસ હાઈવે પર સાયનથી તો વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર બાન્દ્રાથી ચાલુ કરવામાં આવી હતી. છ દિવસ દરમ્યાન સાયનથી ઘાટકોપર અને ઘાટકોપરથી વિક્રોલી તેમ જ વિક્રોલીથી મુલુંડ ચેક નાકા દરમ્યાન તો વેસ્ટર્ન હાઈવે પર બાન્દ્રાથી કાંદિવલી નાઈન્ટી ફૂટ રોડ અને આગળ દહીસર ચેક નાકા સુધી સફાઈ કરવામાં આવી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
