લાયન્સ ક્લબ ઓફ મુલુંડ દ્વારા શનિવાર તા.૫ ઓગસ્ટ ૨૩ ના રોજ સવારે ૯:૦૦ કલાકે લાયન્સ પેવેલિયન, બેટમિન્ટન હોલ, મુલુંડ ખાતે વિદ્યાર્થીઓને યુનિફોર્મ, સ્કૂલ ફીસ તથા કોલેજ ફીસ આપવા જેવા સેવાકાર્યો હાથ ધરાયા હતા. જરૂરતમંદ વિદ્યાર્થીઓને ૧૦૦૦ યુનિફોર્મ વિતરિત કરાયા હતા જેની કિંમત ૫,૦૦,૦૦૦/- સુધીની હતી તેમજ ૧૦૦ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની સ્કૂલ ફીસ આપવામાં આવી હતી તેમજ ૮૦ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને શિક્ષા દીક્ષા પ્રોજેક્ટ હેઠળ કુલ બેે લાખ રૂપિયા સુધીની કોલેજ ફી આપવામાં આવી હતી.

વિદ્યાર્થીઓ માટેના આ ત્રણ મેગા પ્રોજેક્ટનો અસંખ્ય વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. આ ત્રણેય પ્રોજેક્ટની કુલ કિંમત ૮,૫૦,૦૦૦/- સુધીની હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લાયન ધીરેન્દ્ર શાહના માર્ગદર્શન હેઠળ તમામ લાયન મેમ્બરોએ સિંહફાળો આપ્યો હતો.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us