
માનવીના મગજમાં દરરોજ સતત મનમાં ચાલતો રહેતો વિચાર ક્યો ? જે જાગતાં – ઉઠતાં – બેઠતાં – સૂંતા પીછો જ નથી છોડતો…
એ વિચાર છે…. ”થોડા હૈ, થોડા કી જરૂરત હૈ….” તો કેમ કરીને થોડું વધુ પામી લઉં, બસ ! એ જ લાલસામાં સહુ રાત-દિવસ દોટ મુકીને દોડે છે. પરંતુ શું તમે જાણો છો કે ? જે સુખ પાછળ આંધળી દોટ મુકીએ છીએ તે તો નાશવંત છે… પળવારનું છે…
ભૌતિક સુખ – નાશવંત છે, જ્યારે આધ્યાત્મિક સુખ શાશ્વત છે….
જીવાત્માનું પરમાત્મા સાથે મિલન થાય ત્યારે આધ્યાત્મિક સુખ મળે અને ભગવાન અવિનાશી માટે તેમનંછ સુખ પણ અવિરત છે. જેમણે એવા ભગવાનના સુખનો અનુભવ કર્યો હોય તેને આલોકના ભૌતિક સુખની પરવા ન હોય. માન – અપમાન સરખા લાગે…
”શુકમુનિ, જડભરત, સદ્દગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી, સદ્દગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી” જેમને માન-અપમાન અડે જ નહિ. કારણ કે તેમણે ભગવાનમાં સાચું સુખ માન્યું હતું.

પરંતુ આપણે એમના કરતાં વિપરીત છે. આપણે ભૌતિક સુખને મહત્તા આપી છે. એકવાર એક નગરમાં રાજાએ જાહેરાત કરાવી કે, આવતી કાલે સવારે રાજમહેલના દરવાનમાં જાહેર જનતાને પ્રવેશ મળશે અને જે કોઈ જે વસ્તુ પર હાથ મૂકશે. તે વસ્તુ તેને આપી દેવામાં આવશે. આમ નગરજનો પર રાજીપો દર્શાવવા રાજાએ પોતાના જન્મદિન નિમિત્તે ભેટ સોગાદ આપવા માટેનું આયોજન કર્યું હતું.
બીજા દિવસે સહુ કોઈ પ્રવેશ મેળવવા માટે દોડાદોડી કરવા લાગ્યા, સારી-સારી વસ્તુ ઉપર તરત પોતાનો હાથ મૂકવા લાગ્યા. પરંતુ એક બાળક તો ધીમા પગે ચાલીને રાજાના સિંહાસન સુધી પહોંચ્યો. રાજા અચંબિત થઈને જોઈ રહ્યાં… જોત જોતામાં બાળકે રાજાના સિંહાસન પર હાથ મૂકીને કહ્યું કે, ”મારે તો તમે જોઈએ.” રાજાએ તરત જ રાજી થઈને બાળકને તેડી લીધો ને કહ્યું કે, ”આજથી હું યત્ત્ તારો અને રાજ્ય પણ તારું…”
આપણે નાનાં-નાનાં સુખની પાછળ એવા તો આંધળા થઈને દોડીએ છીએ કે, પરમ સુખને નજર અંદાજ કરી દઈએ છીએ. તેથી ભગવાનના સુખને પામી શકતા નથી. ભગવાનની કૃપાથી તેમણે બાંધેલી જે મર્યાદા છે તેમાં રહીને જે સુખ મળે તેને ભોગવવા.
ભૌતિક સુખ છે તે, નાશવંત છે, પળવારનાં છે. ભૌતિક સુખ ભોગવવા માટે શરીર ન બગાડવું.
આધ્યાત્મિક સુખ પામવા માટે ભૌતિક સુખ કે શારીરિક સુખ જાય તો જવા દેવું, પરંતુ ભગવાનના દિવ્ય સુખને જવા દેવું નહીં.
હા, આપણા સપનાઓ પૂરાં કરવા જે કરવું ઘટતું હોય તે માટે અથાગ પ્રયત્નો કરીએ… મહેનત કરીએ… એ ખોટું નથી. પરંતુ થોડો સમય ભગવાન માટે કાઢવો.

તેથી જીવનમાં ”ભગવાન ને પ્રાધાન્ય આપવું.” જીવનમાં ભગવાનને પ્રાધાન્ય આપવા માટે
– નિત્ય ભગવાનને પ્રાર્થના કરવી. માળા કરવી, ભગવાનની પૂજા કરવી.
– ઘર મંદિરમાં નિત્ય ભગવાનને થાળ ધરાવી ને જમવું.
– કાંઈ નવી વાનગી બનાવીએ તો પહેલા ભગવાનને જમાડીને જમવી.
– કાંઈ નવી વસ્તુ લાવીએ તો ભગવાનને ધરાવીને પ્રસાદી કરીને પાછી વાપરવી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
