શરીર પર જામેલી ચરબી કોઈ દ્રષ્ટિએ સારી લાગતી નથી. જો પેટ બહાર નીકળી જાય તો મુશ્કેલી વધી જાય છે. પરંતુ ફેટ જામવાનું કારણ માત્ર ઓવરઇટિંગ કરવું નથી, પરંતુ તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે.
આજના સમયમાં લોકોનું રૂટીન એટલું ખરાબ થઈ ગયું છે કે મેદસ્વિતા અને ડાયાબિટીસ જેવી બીમારી શિકાર કરી રહી છે. નાની ઉંમરમાં લોકો ગંભીર બીમારીથી ગ્રસ્ત થઈ રહ્યાં છે અને ઓવરઇટિંગને કારણે મોટાપો વધી રહ્યો છે. જો તમારા શરીરમાં પણ જરૂરિયાતથી વધુ ફેટ જોવા મળે છે તો તેને નજરઅંદાજ ન કરો. આવું થવું ઘણી બીમારીનો સંકેત હોઈ શકે છે, કારણ કે એક્સપર્ટ ડોક્ટર આરોહીનું કહેવું છે કે પેટના નિચલા કે ઉપરના ભાગમાં જામેલી ચરબી કંઈક કહે છે, જેની ઓળખ સમય પર કરી લેવી જોઈએ.

પેટના નીચલા હિસ્સા પર ચરબી
જો તમારા પેટના નીચેના ભાગ પર ચરબી જામેલી છે તો આ માત્ર ભોજનને કારણે નહીં પરંતુ સ્ટ્રેસ કે જરૂરિયાતથી વધુ પરેશાન હોવાને કારણે થઈ શકે છે. ઘણીવાર વ્યક્તિ ડિપ્રેશનમાં જરૂર કરતા વધુ ભોજન કરે છે અને વજન વધવા લાગે છે.
શરીરના ઉપરના ભાગમાં ચરબી
જો તમારા શરીરના ઉપરના ભાગ એટલે કે પેટના ઉપરના ભાગમાં ફેટ જમા થાય છે તો તે વાતનો સંકેત છે કે તમે વધુ ભોજન કરી રહ્યાં છો. ઘણીવાર આવું મીઠી વસ્તુઓ ખાવાને કારણે થઈ શકે છે. જો તમે ભોજન કરો છો તો એક્સરસાઇઝ કરવી જરૂરી છે.
પેટમાં સોજો અને ફૂલેલું દેખાવું
ઘણીવાર ફેટ જમા નથી થતા, છતાં પણ ફૂલવા લાગે છે. જો તમારૂ પેટ ફૂલાયેલું જોવા મળી રહ્યું છે તો આવું દારૂ પીવા અને ઉતાવળમાં ભોજન કરવાને કારણે થઈ શકે છે. તમારે ડોક્ટર સાથે વાત કરવી જોઈએ, કારણ કે ઘણીવાર આ ગંભીર બીમારીનો સંકેત બને છે.


https://youtube.com/watch?v=H_mLyCT1CeE%3Ffeature%3Doembed
FREE….FREE….FREE….
ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 7 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 2 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/DdFad7rsnnz87CrgiWK9r7
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
