
મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ હવે તેના બીજા તબક્કામાં આગળ વધી રહ્યો છે, જે હેઠળ મુંબઈ મહાનગરપાલિકાએ ગોરેગામ અને દહિસર સ્થિત રહેલા ૬૦ અનામત પ્લોટમાં સુધારો કરવા માટે નોટિસ બહાર પાડી છે. આ જમીન કોસ્ટલ રેગ્યુલેશન ઝોન બફરમાં આવે છે. નાગરિકોને પોતાનાં સૂચનો અથવા વાંધા સબમિટ કરવા માટે ૩૦ દિવસનો સમયગાળો આપવામાં આવ્યો છે. વર્સોવા અને દહિસરને જોડનારો ૨૦ કિલોમીટર લંબાઈનો લિંક રોડ લગભગ ૧૬,૬૨૧ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવવાનો છે. આ લિંક રોડને પગલે આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યામાં મોટી રાહત મળશે એવો પાલિકાનો દાવો છે.

વધુમાં દહિસરને ભાયંદર સાથે જોડવા માટે ૫.૬ કિલોમીટર લાંબો અને ૪૫ મીટર પહોળો એલિવેટેડ રોડ બનાવવામાં આવવાનો છે, જેનાથી ટ્રાફિકની મુવમેન્ટ વધુ ઝડપી બનશે. આ નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને કારણે દહિસર ચેકનાકા પરનો ટ્રાફિકનો બોજો ૩૦થી ૩૫ ટકા ઘટશે એવી સુધરાઈને અપેક્ષા છે. વધુમાં મીરા-ભાયંદર માટે નવો વૈકલ્પિક રોડ પણ ઉપલબ્ધ થશે અને મુસાફરીનો સમય ઘટશે. પ્રોજેક્ટના આ વિભાગનો અંદાજિત ખર્ચ લગભગ ૩,૩૦૪ કરોડ રૂપિયા છે. પર્યાવરણીય મંજૂરી મળ્યા પછી પાલિકાએ આ વર્ષે પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું છે. બુધવારે પાલિકાએ એકસર (બોરીવલી)માં ૩૧, મલાડ પશ્ચિમમાં ૧૨, માલવણીમાં સાત, ગોરેગામ પૂર્વમાં પાંચ, ચારકોપ-કાંદિવલી (પશ્ચિમ)માં ચાર અને દહિસરમાં એક જમીનનો પ્લોટના અનામને અંગે જાહેર નોટિસ જાહેર કરી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
