
સત્કર્મ પરિવારના તત્ત્વાધાનમાં ભાગ્યોદય ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઝૂંપડપટ્ટીમાં રહેતા વંચિત બાળકોનાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને જીવન ઉત્થાનના ઉમદા ઉદેશ માટે સત્કર્મ તીર્થ, દાદાજી કોંડદેવ ગ્રાઉન્ડ, વિષ્ણુ શિવમની સામે, ઠાકુર વિલેજ, કાંદિવલી (ઈસ્ટ)માં આજથી ભાગવતાચાર્ય ભૂપેન્દ્ર પંડ્યાની અમૃતવાણીમાં સામૂહિક શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથાની પોથી તેમ જ કળશની મંગળયાત્રા આજે બપોરે ૧ વાગ્યે ગાયત્રી મંદિર, સિદ્ધાર્થ નગરથી નીકળી કથા સ્થળ પર પહોંચશે.

બપોરે ૩ વાગ્યે દીપ પ્રાગટ્ય, કથા પ્રારંભ અને માહાત્મ્ય દર્શન થશે. શુક્રવારે શ્રીમદ ભાગવત કથા અને શ્રી શુકદેવજીના આગમનની કથાનું વર્ણન થશે. શનિવારે શ્રી નૃસિંહ ભગવાનના પ્રાગટ્યની કથા વર્ણવાશે અને રવિવારે શ્રી રામજન્મ, શ્રી કૃષ્ણજન્મ અને નંદ મહોત્સવ ઊજવાશે. સોમવારે શ્રીકૃષ્ણ બાળલીલા, શ્રી ગિરિરાજ ઉત્સવ અને છપ્પન ભોગ ઊજવાશે. મંગળવારે રાસલીલા અને શ્રીકૃષ્ણ રુક્મિણી વિવાહ સંપન્ન થશે. બુધવાર, ૧૨ માર્ચે સુદામા ચરિત્ર અને શ્રી યજ્ઞથી કથાને વિરામ આપવામાં આવશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
