કુલ ૭૫ પંપ લગાવવામાં આવ્યા છે. તેમાં માટુંગા, કુર્લા, ઘાટકોપર, કાંજુરમાર્ગ અને મુલુંડ સુધીના વિસ્તારોનો સમાવેશ થાય છે.

મુલુંડ અને અન્ય ગીચ સ્ટેશનો પર વરસાદ દરમિયાન નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો ન પડે એ હેતુસર અહીં વોટર સક્શન પંપ લગાવવામાં આવનાર છે. આ ૧૦૦ હોર્સ પાવર સક્શન પંપ વરસાદ દરમિયાન પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનો સામનો કરવા માટે ખૂબ જ અસરકારક સાબિત થશે. ચોમાસાની શરૂઆત આગામી દિવસોમાં થનાર છે આ દરમિયાન, પાણી ભરાવાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે રેલ્વે વહીવટીતંત્ર દ્વારા મધ્ય રેલવેના ઘણા સ્ટેશનો પર વોટર સક્શન પંપ લગાવવામાં આવ્યા છે. જેના કારણે રેલ્વે ટ્રેક પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાશે નહીં. વોટર લોગિંગ પ્રકારનું દ્રશ્ય દરેક ચોમાસામાં જોવા મળે છે, વળી પાણી ભરાવાને કારણે રેલ્વે સુવિધાઓ અટકી પડે છે. પરંતુ આ વર્ષે સક્શન પંપ લગાવવામાં આવ્યા છે.

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી થાણે સ્ટેશન સુધી કુલ ૭૫ પંપ લગાવવામાં આવ્યા છે. તેમાં માટુંગા, કુર્લા, ઘાટકોપર, કાંજુરમાર્ગ અને મુલુંડ સુધીના વિસ્તારોનો સમાવેશ થાય છે. રેલ્વે દ્વારા લગાવવામાં આવેલ પંપ ૧૦૦ હોર્સ પાવરની શક્તિ ધરાવે છે, જેના કારણે તે પાણીને ખેંચીને ફરીથી રેલ્વે ટ્રેકની બાજુની ગટરોમાં છોડી દેશે. આ પ્રકારનો પંપ લગાવાયા બાદ આગામી દિવસોમાં રેલ્વે ટ્રેક પર પાણીનો ભરાવો નહીં થાય અને ભારે વરસાદમાં પણ રેલ્વેની સુવિધા સુવ્યવસ્થિત રહેશે અને શહેરીજનોને મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં, તેવો અંદાજ છે. રેલવે પ્રશાસને નાગરિકોને પણ અપીલ કરી છે કે તેઓ રેલવે ટ્રેકની બાજુમાં આવેલી ગટરોમાં પ્લાસ્ટિક અને અન્ય કચરો ન ફેંકે અને તેમની આસપાસના પરિસરમાં સ્વચ્છતા જાળવે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Dlp5GlYBsz4I3eX56yFiSM

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us