
શાહરૃખ ખાનનો મુંબઇના બાંદરાના બેન્ડસ્ટેન્ડ પર આવેલો મન્નત બંગલો રિનોવેશનમાં જઇ રહ્યો છે. પરિણામે અભિનેતા પત્ની ગૌરી, પુત્રી સુહાના, પુત્રો આર્યન અને અબરામ સાથે મુંબઇના પાલીહિલ વિસ્તારમાં શિફ્ટ થવાનો છે.
થોડા દિવસો અગાઉ જ અહેવાલો આવ્યા હતા કે શાહરુખે જેકી ભગનાની પાસેથી ત્રણ વર્ષ માટે બે ડુપ્લેક્સ ભાડે લીધાં છે. ત્રણ વર્ષ દરમિયાન શાહરુખ કુલ નવ કરોડ રુપિયા ભાડું ચૂકવવાનો છે.

હવે એ બહાર આવ્યું છે કે શાહરુખ મન્નતના રિનોવેશન દરમિયાન આ ભાડાંના ડુપ્લેક્સમાં રહેશે. થોડા સમય પહેલાં એવા પણ અહેવાલ આવ્યા હતા કે શાહરુખે મન્નતમાં વધુ બે માળનાં બાંધકામ માટે સીઆરઝેડ સહિતની ઓથોરિટીઓની મંજૂરી માગી છે.
શાહરુખનો મન્નત બંગલો મુંબઈનું એક આઈકોનિક એડ્રેસ ગણાય છે. બાન્દ્રામાં સમુદ્રની સામે જ આવેલો બંગલો એક ટૂરિસ્ટ સ્પોટ પણ છે. આ બંગલાની હાલની કિંમત આશરે ૨૦૦ કરોડ રુપિયા અંદાજવામાં આવે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
