June 23, 2024
11 11 11 AM
બાળકીની જાતીય સતામણી કરવા બદલ કરિયાણાની દુકાનના કર્મચારીની ધરપકડ
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
વિરારમાં ગુમ થયેલી 64 વર્ષના વૃદ્ધાની લાશ ઝાડ નીચે દબાયેલી હાલતમાં મળી
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
ચોમાસામાં પિકનિક માટે બાન્દ્રાની રિઝવી કોલેજના 4 વિદ્યાર્થીઓ ખાલાપુરની નદીમાં ડૂબ્યા 
મહારાષ્ટ્રનું રાજકારણ મુંબઈના અટલ બ્રિજમાં પડી તિરાડને લઈને ભારે ગરમાયું
Breaking News
બાળકીની જાતીય સતામણી કરવા બદલ કરિયાણાની દુકાનના કર્મચારીની ધરપકડ અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ વિરારમાં ગુમ થયેલી 64 વર્ષના વૃદ્ધાની લાશ ઝાડ નીચે દબાયેલી હાલતમાં મળી અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ ચોમાસામાં પિકનિક માટે બાન્દ્રાની રિઝવી કોલેજના 4 વિદ્યાર્થીઓ ખાલાપુરની નદીમાં ડૂબ્યા  મહારાષ્ટ્રનું રાજકારણ મુંબઈના અટલ બ્રિજમાં પડી તિરાડને લઈને ભારે ગરમાયું

અનંત-રાધિકાની ફ્રાન્સમાં પ્રિ વેડિંગ ક્રૂઝ પાર્ટી , બીજી તરફ મુંબઈમાં તા. 12 જુલાઈના લગ્નનું કાર્ડ વાયરલ

 રિલાયન્સ જૂથના અનંત અંબાણી તથા રાધિકા મર્ચન્ટના  દ્વિતિય પ્રિ વેડિંગ સેલિબ્રેશન ઇટલિ- ફ્રાન્સ વચ્ચે  ક્રૂઝ પર શરુ થયાં છે. આ ક્રૂઝ પાર્ટીમાં સાઉથ આફ્રિકાના ડી જે બ્લેક કોફીએ ઈલેક્ટ્રિફાઈંગ પરફોર્મન્સ આપતાં ભારતમાંથી પહોંચેલા બોલીવૂડ સેલેબ્સ સહિત ૮૦૦ મહેમાનોને ઝૂમી ઊઠયાં હતાં. એક તરફ યુરોપમાં આ ક્રૂઝ પાર્ટીની ધૂમ મચી છે તે જ વખતે અનંત   અને રાધિકાના તા. ૧૨મી જુલાઈએ યોજાનારાં લગ્નનું વેડિંગ ડેટ્સ એનાઉન્સ કરતું કાર્ડ પણ ઓનલાઈન વાયરલ થયું છે.

આ ક્રૂઝ પાર્ટી તા. ૨૯મી મેની રાતથી શરુ થઈ હતી. તા. ૨૯મીએ  સ્ટારી નાઈટ્સ ટાઈટલથી ઈવનિંગ પાર્ટી યોજાઈ હતી. તે પછી તા. ૩૦મીએ આ ક્રૂઝ રોમ  પહોંચ્યું હતું. ત્યાં મહેમાનોએ રોમનાં જાણીતાં સ્થળોની મુલાકાત લીધી હતી. તા ૩૧મી માર્ચે ફરી ક્રૂઝ પર આંતરરાષ્ટ્રીય કલાકારોનાં પરફોર્મન્સ યોજાયાં હતાં અને તા. પહેલી જૂને માસ્ક્વેરેડ બોલ એટલે કોશ્ચ્યુમ પાર્ટી યોજાશે જેમાં મહેમાનો વિવિધ માસ્ક તથા કોશ્ચ્યુમ્સ ધારણ કરી ભાગ લેવાના છે. 

અગાઉ ગયા માર્ચમાં ગુજરાતના જામનગર ખાતે યોજાયેલાં પહેલાં પ્રિ વેડિંગ સેલિબ્રેશનમાં આંતરરાષ્ટ્રીય પોપ સિંગર રિહાનાએ ધૂમ મચાવી હતી. તો આ વખતે ક્રૂઝ પાર્ટીમાં દ્વિતિય   પ્રિ વેડિંગ સેલિબ્રેશન વખતે ડીજે, રેકોર્ડ પ્રોડયૂસર અને સોંગ રાઈટર બ્લેક કોફીએ પોતાના જાણીતાં હિટ ગીતો ‘ધી રેપ્ચર’, ‘ટર્ન મી ઓન’, ‘યુ નીડ મી’ રજૂ કરીને મહેમાનોને મોજ કરાવી હતી. આ ઉપરાંત  પાર્ટીમાં અમેરિકી બોય બેન્ડ બેકસ્ટ્રીય બોયઝ  દ્વારા પરફોર્મ કરાયું હોવાના અહેવાલો પણ વહેતા થયા છે.  આ પાર્ટી વખતે બોલીવૂડના અનેક સ્ટાર સહિતના સેલેબ્ઝ ઝૂમી ઉઠયાં હતાં. આ  ક્રૂઝ પાર્ટીમાં શકીરા તથા કેરી પેટી પણ પરફોર્મ કરવાના હોવાની ચર્ચા છે. પાર્ટીમાં આવનારા મહેમાનો માટે ૧૨ ચાર્ટર્ડ વિમાનો ઉપરાંત ૧૫૦ લક્ઝરી કારોનો કાફલો તૈયાર રખાયો હોવાના અહેવાલો છે.  જે ક્રૂઝ પર પાર્ટી યોજાઈ રહી છે તેની કિંમત આશરે ૭૫૦૦ કરોડ અંદાજવામાં આવે છે.  આ દ્વિતિય પ્રિ વેડિંગ સેલિબ્રેશન શરુ થયું છે તે  જ વખતે અનંત અને રાધિકાનાં લગ્નનું કાર્ડ પણ વાયરલ થયુ ંછે. તેમાં મહેમાનોને આ લગ્નના પ્રસંગોની તારીખો બૂક કરી રાખવા જણાવાયું છે. 

ઈન્ટરનેટ પર વાયરલ થયેલાં કાર્ડ અનુસાર તા. ૧૨મી જુલાઈએ મુંબઈના બીકેસી ખાતે લગ્ન સમારોહ યોજાશે. તા. ૧૩મીએ  શુભેચ્છા દિન તથા તા. ૧૪મીએ રિસેપ્શનના પ્રસંગો યોજાશે.

 લગ્ન વખતે મહેમાનોને પરંપરાગત ભારતીય વસ્ત્રોમાં સજ્જ થવા વિનંતી કરાઈ છે. તા. ૧૩મીના શુભેચ્છા દિન માટે ઈન્ડિયન ફોર્મલ જ્યારે તા. ૧૪મીની રિસેપ્શન માટે ઈન્ડિયન ચીક ડ્રેસ કોડ નક્કી કરાયો છે.

રિલાયન્સ ઉદ્યોગ સમૂહના વડા મુકેશ અંબાણીના પુત્ર અનંત તથા એન્કોર હેલ્થકેર ગૂ્રપના વડા વિરેન મર્ચન્ટની દીકરી રાધિકાની સગાઈની જાહેરાત   ડિસમ્બર ૨૦૨૨માં રાજસ્થાનના નાથદ્વારા ખાત થઈ હતી. 

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us