
પાળતુ અને રખડતા નાના પ્રાણીઓના મૃત્યુ થાય તો તેમનું દહન કરવા મલાડ ખાતે દહનવાહિની શરૂ કરવામાં આવી છે. હવે આ ઠેકાણે ટૂંક સમયમાં પ્રાણીઓના શબઘર એટલે કે મોર્ગની સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવશે. આગામી એકાદ મહિનામાં આ સુવિધા શરૂ કરવાની મહાપાલિકા પ્રશાસનની ઈચ્છા છે.

મહાપાલિકા પ્રશાસને મૃત પાળેલા અને રખડતા શ્વાન, બિલાડી વગેરે પર શાસ્ત્રોક્ત પદ્ધતિથી અંતિમસંસ્કાર કરવા માટે 15 સપ્ટેમ્બર 2023ના પીએનજી આધારિત દહનવાહિની શરૂ કરી. એમાં સવારના 10 થી સાંજે 6 વાગ્યા સુધી પ્રાણીઓ પર વિનામૂલ્ય અંતિમસંસ્કાર કરવામાં આવે છે. જો કે સાંજે 6 વાગ્યા પછી કોઈ પ્રાણીનું મૃત્યુ થાય તો એના અંતિમસંસ્કાર માટે સવાર સુધી રાહ જોવી પડતી હતી. તેથી પ્રાણીપ્રેમીઓ તરફથી સતત શબઘરની સુવિધા ઉપલબ્ધ કરવા માગણી કરવામાં આવતી હતી. કોઈ પ્રાણીનું મૃત્યુ થાય અને એ સમયે પ્રાણીનું પ્રિયજન એનાથી દૂર હોય તો તેઓ પ્રાણીને અંતિમ વિદાય આપી શકે એ હેતુથી શબઘર શરૂ કરવામાં આવી રહ્યું છે. આ શબઘરમાં 25 કિલોના 10 પ્રાણી એક સાથે રાખી શકાશે.મુંબઈ મહાપાલિકાના વેટરનરી હેલ્થ ડિપાર્ટમેંટ અને પી-ઉત્તર વોર્ડ કાર્યાલયના સહિયારા પ્રયાસથી મલાડમાં શબઘર શરૂ કરવામાં આવી રહ્યું છે. મલાડમાં દહનવાહિની શરૂ કરવા સમયે જ પ્રાણીઓના શબઘરની ઘોષણા કરવામાં આવી હતી. ત્યારથી પ્રાણીપ્રેમીઓને શબઘરની પ્રતિક્ષા હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
