મહારાષ્ટ્રની આગામી લોકસભાની 48 બેઠકો પર ચૂંટણી માટે મહાયુતિ અને ખાસ કરીને ભાજપ માટે તમામ બેઠકો અંકે કરવા વ્યૂહરચના ગોઠવાઈ રહી છે, તેના ભાગરૂપે મહાયુતિ દ્વારા 10 બેઠકો પર હજુ સુધી ઉમેદવારોની પસંદગી માટે મનોમંથન ચાલી રહ્યું છે. ચેકમેટની રણનીતિ અનુસાર સાવધાનીપૂર્વક એક- એક બેઠક પર ફૂંકી ફૂંકીને ઉમેદવારોનાં નામ જાહેર કરાઈ રહ્યા છે,
બીજી તરફ સહયોગી પક્ષના નેતાઓની બેઠક ફાળવણીની પણ અપેક્ષા પૂર્તી કરવા માટે મેરેથોન મિટિંગો યોજાઈ રહી છે. આ બધાની વચ્ચે ઠાકરે સેનાના ગઢ સમાન મુંબઈ પ્રદેશમાં તેમના ઉમેદવારોની સામે ચૂંટણી મેદાનમાં ઉતારવા માટે દરેક ઉમેદવારો માટે સઘન ચર્ચાવિચારણા કરાઇ રહી છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH