ધારાવી પુનર્વિકાસ પ્રકલ્પમાં રેલવેની માલિકીની જમીનના હસ્તાંતરણની અડચણ આખરે દૂર થઈ છે. ધારાવી પુનર્વિકાસમાં રેલવેની માલિકીની 45 એકર જમીનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ જગ્યા પર રહેવાસીઓ માટે ઘર બાંધીને ધારાવી પુનર્વિકાસની શરૂઆત કરવામાં આવશે. રેલવે ભૂમિ વિકાસ પ્રાધિકરણે (આરએલડીએ) 45 એકરમાંથી 25.57 એકર જમીન આખરે ધારાવી પુનર્વિકાસ પ્રકલ્પને (ડીઆરપી) હસ્તાંતરિત કરી છે. તેથી ધારાવીના પુનર્વિકાસનો માર્ગ ખુલ્લો થયો છે.

ધારાવીના પુનર્વિકાસનો કોન્ટ્રેક્ટ અદાણી ગ્રુપને આપવામાં આવ્યો છે. ધારાવી પુનર્વિકાસ પ્રકલ્પ પ્રાઈવેટ લિમિટેડના (ડીઆરપીપીએલ) માધ્યમથી ધારાવીમાં સર્વેક્ષણની શરૂઆત કરવામાં આવી છે. અહીંના રહેવાસીઓની પાત્રતા નિશ્ચિતીનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે. કોન્ટ્રેક્ટ ફાઈનલ થયો હોવાથી ડીઆરપીપીએલ તરફથી શક્ય એટલા ઝટ ઈમારતોનું બાંધકામ શરૂ કરવાનું નિયોજન છે. જોકે એના માટે રેલવેની 45 એકર જમીન ડીઆરપીના તાબામાં હોવી જરૂરી હતું. આ જ જગ્યા પર પુનર્વસિત ઈમારતોના બાંધકામથી ધારાવી પુનર્વિકાસ પ્રકલ્પની શરૂઆત કરવામાં આવશે. આ જગ્યા તાબામાં આવે એટલા માટે છેલ્લા કેટલાય મહિનાઓથી ડીઆરપી તરફથી પ્રયત્ન કરવામાં આવતા હતા. એમાં સફળતા મળી છે અને રેલવેએ 13 માર્ચના 45 એકર જમીનમાંથી 22.57 એકર જમીન ડીઆરપીને હસ્તાંરિત કરી છે.

ધારાવી પુનર્વિકાસની મૂળ રૂપરેખામાં આ 45 એકર જગ્યાનો સમાવેશ નહોતો. રાજ્ય સરકારે ટેંડર પ્રક્રિયા રદ કરીને ધારાવી પુનર્વિકાસમાં આ જગ્યાનો સમાવેશ કર્યો અને નવેસરથી ટેંડર જારી કર્યા. ડીઆરપીએ આ જગ્યા માટે રેલવેને 1 હજાર કરોડ રૂપિયા ચુકવ્યા છે. ભવિષ્યમાં ધારાવી પુનર્વિકાસમાંથી મળનારા મહેસૂલથી રેલવે તબક્કાવાર 17 વર્ષમાં 2 હજાર 800 કરોડ રૂપિયા ચુકવવામાં આવશે. એકંદરે હવે 25.57 એકર જમીન તાબામાં આવી હોવાથી પુનર્વસિત ઈમારતોના બાંધકામની શરૂઆત કરવાની દષ્ટિએ નિયોજન કરવામાં આવશે એમ ડીઆરપીના અધિકારીએ જણાવ્યું હતું.

બાકીની જમીન પણ ટૂંક સમયમાં તાબામાં આવે એ માટે પ્રયત્ન કરવામાં આવશે એમ તેણે સ્પષ્ટ કર્યું હતું.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us