(શિવસેના)ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા વિનોદ ઘોસાળકરના પુત્ર અભિષેક ઘોસાળકરની થયેલી હત્યા પછી મહારાષ્ટ્ર સરકારની ટીકા કરીને રાષ્ટ્રપતિ શાસન લાદવાનો વિપક્ષોએ અનુરોધ કર્યો હતો, ત્યારબાદ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાને મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપતા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે દહીંસર ખાતે અભિષેક ઘોસાળકર ઉપર થયેલા ગોળીબારની ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. આ વિશે તપાસ શરૂ છે અને હત્યા પાછળનું કારણ તેમ જ આરોપીને શોધીને તેની ધરપકડ કરવામાં આવશે.

આ પ્રકરણમાં કોઇ પણ દોષીને બક્ષવામાં આવશે નહીં, પણ આ મામલે કોઇ પણ પ્રકારનું રાજકારણ ન થવું જોઇએ. મહાવિકાસ આઘાડી (એમવીએ)ની સરકાર મહારાષ્ટ્રમાં હતી ત્યારે થયેલા હત્યાકાંડનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે સાધુ હત્યાકાંડ, દિશા સાલિયાન અને સુશાંત રાજપૂતનું મૃત્યુ આ બધું થયું ત્યારે મહારાષ્ટ્ર બિહાર નહોતું બન્યું? એમ શિંદેએ જણાવ્યું હતું.

દરમિયાન રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પ્રવર્તમાન પરિસ્થિતિ જોતા એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની સરકાર વિખેરી નાખવાની માંગણી વિરોધ પક્ષો દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે 288 વિધાનસભ્યમાંથી 225 વિધાનસભ્યનો ટેકો હોવાનું મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે જણાવ્યું છે.

કોંગ્રેસના નેતા બાબા સિદ્દિકી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષમાં શનિવારે જોડાયા એ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં બોલતા પવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળની સરકાર મહારાષ્ટ્રમાં સત્તામાં હતી ત્યારે 26/11ના આતંકવાદી હુમલા વખતે કોઈએ સરકાર વિખેરી નાખવાની વાત નહોતી કરી.

‘આજે વિરોધ પક્ષો સરકાર વિખેરી નાખવાની માંગણી કરી રહ્યા છે, પણ અમારી મહાયુતિ (ભાજપ – શિવસેના – એનસીપી જોડાણ) પાસે 225 વિધાનસભ્યોનું પીઠબળ છે’ એમ તેમણે જણાવ્યું હતું. અલબત્ત પોતે તાજેતરમાં થયેલા હિંસાના બનાવોનો નથી બચાવ કરતા કે નથી એનું સમર્થન કરતા એવી સ્પષ્ટતા અજિત પવારે કરી હતી.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/ClfFxhayoZpKceeVw3m4wY

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us