ડોમ્બિવલીના દાવડી ગામમાં રહેતા ડેવલપર અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા અમિત મ્હાત્રેના ઘરે ચોરીની એક ઘટના બની છે. ઘરના કબાટમાંથી 2 લાખ 94 હજારની મત્તાની ચોરી થઈ છે અને આ ચોરી ઘરમાં કામ કરતી નોકરાણીએ કરી છે. મ્હાત્રેએ આ મામલે માનપાડા પોલીસ સ્ટેશનમાં સુનીતા નિકમ (ઉંમર 45) વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
કોંગ્રેસ કાર્યકર અમિત ડોમ્બિવલી નજીક દાવડી વિસ્તારમાં આવેલી રિજન્સી એસ્ટેટમાં રહે છે. અમિતની ફરિયાદ પર માનપાડા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસે સુનીતાની અટકાયત કરી છે.
આ વિશે અમિતે કહ્યું કે, મેં 5 લાખ રૂપિયા કબાટમાં રાખ્યા હતા. 15મી ઓગસ્ટના રોજ, મને પૈસાની જરૂર હતી, મેં જોયું કે તેમાં 2 લાખ 90 હજાર રૂપિયા ઓછા હતા. મેં ઘરમાં પૂછપરછ કરી તો તેઓએ કહ્યું કે ઘરમાં કોઈએ પૈસા ઉપાડ્યા નથી. ત્યારબાદ મેં બીજી સપ્ટેમ્બરે 10 હજાર રૂપિયા કબાટમાં મૂક્યા. તે સમયે નોટો પર સ્ટારનું નિશાન હતું.
બાદમાં મેં અલમારી તપાસી તો 10 હજાર રૂપિયામાંથી 4 હજાર ઓછા હતા. આથી જ્યારે ઘરના લોકોને પૂછવામાં આવ્યું કે કોઈએ પૈસા લીધા છે તો તેઓએ કહ્યું કે પૈસા કોઈએ લીધા નથી. તે પછી અમને અમારી ઘરકામ કરતી સુનીતા પર શંકા ગઈ અને અમે પૂછપરછ કરી ત્યારે તે સ્ટાર માર્કવાળી નોટો સાથે મળી આવી હતી. પછી અમને ખાતરી થઈ કે અમારા ઘરની નોકરાણી સુનિતાએ અગાઉ પણ મારા પૈસા ચોર્યા હતા.
આ અંગે માનપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ