શ્રી મુલુન્ડ ઘોઘારી વિશાશ્રીમાળી જૈન સમાજ અને ફોર્ટીસ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ડો. કૌશલ મલ્યાનના નેજા હેઠળ ઓર્થો હેલ્થ ચેકઅપ કેમ્પનું રવિવાર, તા.૧૮ જૂન ૨૦૨૩ના રોજ સવારે ૯.૩૦ થી ૩ સુધી આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ફોર્ટીસ હોસ્પિટલના પ્રખ્યાત ઓર્થો સર્જન ડો. કૌશલ મલ્હાન ઓર્થો હેલ્થ ૫૨ વક્તવ્ય આપશે. કેમ્પનું સ્થળઃ સમ્યક હોરાઈઝન, સમાજની ઓફિસ (હેતલ), ઝવેર રોડ, મુલુન્ડ (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૮૦. આ કેમ્પ માટે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. રજીસ્ટ્રેશન ચાર્જ રૂા.૧૦૦ (રિફંડેબલ). વધુ માહિતીમાટે સંપર્કઃ અરૂણ સંઘવીઃ 98197 70001, દીપક શેઠ: 98214 93080.
આ ઉપરાંત સમાજ દ્વારા અનેક મેડિકલ સેવાઓ ઉપલબ્ધ છે. જેમાં જનરલ ફિઝિશિયન ડો. આર.કે. અગરવાલ સોમથી શનિ સાંજના ૫થી ૭ અને રવિવારે સવારના ૧૦.૩૦ થી ૧૨.૩૦ સુધી હોમિયોપેથિક ક્લીનિકમાં ડો. કલ્પના ડી. શાહ, સોમવારથી શુક્રવાર સવારના ૧૦.૩૦ થી ૧૨.૩૦ સુધી ક્ષેત્ર વિશુદ્ધિ ઉપચાર કેન્દ્ર માટે દિવ્યેશભાઈ કોટેચા કુદરતી ઉપચાર એક્યુપ્રેશર માટે સોમ-ગુરુ-શુક્ર સવારના થી ૧૦ તેમજ યોગા સાથે મેડિટેશન માટે છાયાબેન મણિયા૨ ફક્ત બહેનો માટે સોમ-બુધ-શુક્ર સાંજના ૪ થી ૫.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Dlp5GlYBsz4I3eX56yFiSM