મોન્સૂન સીઝન શરૂ થતાં જ વિવિધ વિસ્તારોમાં જાહેર સુવિધાઓની સલામતી અંગે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. કાંદિવલી પશ્ચિમના શંકર ગલી વિસ્તારમાં આવેલા શંકર મંદિર સામે તાજેતરમાં જૂના ગુરુનાનક એપાર્ટમેન્ટને તોડી તેના સ્થાને રોડિયમ ઝોન નામની નવી ઇમારતનું નિર્માણ કરવામાં આવ્યું છે. જોકે ઇમારતની નજીક આવેલી ફૂટપાથ પરના ગટરના સિમેન્ટનાં ઢાંકણાં તૂટેલી અને જર્જરિત હાલતમાં હોવાથી સ્થાનિક રહેવાસીઓમાં ચિંતા વ્યાપી છે.
સ્થાનિક રહેવાસી અરવિંદ જોષીએ જણાવ્યું હતું કે ફૂટપાથ પર આવેલા કેટલાક મોટા ગટરનાં ઢાંકણાં લાંબા સમયથી તૂટેલા છે. વરસાદી પાણી ભરાઈ જતાં આ ખાડાઓ સ્પષ્ટ દેખાતા નથી, જેના કારણે રાહદારીઓ, વૃદ્ધો અને બાળકો માટે અકસ્માતનું જોખમ વધી જાય છે.

ખાસ કરીને રાત્રિના સમયે અથવા ભારે વરસાદ દરમિયાન કોઈ વ્યક્તિ ગટરમાં પડી જાય તેવી ભીતિ રહેલી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ માર્ગ પર દૈનિક મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે. શંકર મંદિર તેમજ આસપાસની રહેણાક ઇમારતોને કારણે વિસ્તાર હંમેશા વ્યસ્ત રહે છે. તેમ છતાં તૂટેલા ઢાંકણાંની મરામત અથવા બદલવાની કામગીરી હજુ સુધી હાથ ધરવામાં આવી નથી.રહેવાસીઓએ મુંબઈ મહાપાલિકાને અપીલ કરી છે કે કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલાં તાત્કાલિક ધોરણે ગટરના તૂટેલા ઢાંકણાં બદલી સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, જેથી મોન્સૂન દરમિયાન સંભવિત અકસ્માતો ટાળી શકાય.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
