સીબીઆઈએ નીટ યુજી પેપર લીક કેસમાં લાતુરના પ્રખ્યાત રેણુકાઈ કેમિસ્ટ્રી ક્લાસીસ (આરસીસી)ના ડિરેક્ટર શિવરાજ મોટેગાંવકરની ધરપકડ કરી છે. તપાસમાંથી ચોંકાવનારી માહિતી સામે આવી છે કે પ્રશ્નપત્ર પરીક્ષાના બરાબર દસ દિવસ પહેલા એટલે કે ૨૩ એપ્રિલે મોટેગાંવકર સુધી પહોંચ્યું હતું. આ કેસમાં અન્ય કોણ કોણ સંડોવાયેલ છે તે શોધવા માટે તપાસ થઈ રહી છે. બાદમાં દિલ્હીની કોર્ટ દ્વારા મોટેગાંવકરને નવ દિવસના સીબીઆઈ રિમાન્ડ આપ્યા હતા.
સીબીઈઆઈ દ્વારા ઘણા દસ્તાવેજો, કોમ્પ્યુટર અને મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા.તપાસ એજન્સીઓ તેમના મોબાઇલમાંથી ડિલીટ કરેલો ડેટા રિકવર કરવામાં આવ્યો છે. એવી શંકા છે કે મોટેગાંવકરે ઘણા વિદ્યાર્થીઓ અને સંબંધિત વ્યક્તિઓને લીક પેપર પૂરું પાડયું હતું
સીબીઆઈના આરોપ ્નુસાર શિવરાજ મોટેગાંવકરે ૨૩ એપ્રિલના રોજ રસાયણશાનું પેપર મેળવ્યું હતું.સીબીઆઈને તેમના મોબાઈલમાં લીક થયેલ પ્રશ્નપત્ર મળી આવ્યું હતું. એવું પણ જાણવા મળ્યું હતું કે શિવરાજ મોટેગાંવકર નિવૃત્ત પ્રોફેસર પ્રહલાદ કુલકર્ણી સાથે પેપર લીકમાં સામેલ હતા. પ્રશ્નપત્રોનું વિતરણ અહીંના કોચિંગ સેન્ટર દ્વારા થયું હતું.

સીબીઆઈએ આરોપી માટે ૧૦ દિવસની સીબીઆઈ કસ્ટડી માંગી હતી. જોકે કોર્ટે નવ દિવસની સીબીઆઈ કસ્ટડી મંજૂર કરી હતી. દરમિયાન પત્રકારોએ શિવરાજ મોટેગાંવકરને આ પ્રશ્ન પૂછયો કે શું તમને કોઈ અફસોસ છે? ત્યારે તેમણે પત્રકાર તરફ ગુસ્સાથી જોયું હતું.
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ( સીબીઆઇ) એ રવિવારે મહારાષ્ટ્રના લાતુર શહેરમાં રેણુકાઈ કેમિસ્ટ્રી ક્લાસીસના મુખ્ય કાર્યાલયમાં દરોડા પાડયા હતા. સીબીઆઈ અધિકારીઓએ બપોરે શહેરના શિવનગર વિસ્તારમાં આરસીસીમાં સર્ચ ઓપરેશન હાથધર્યું હતું અને મોડી સાંજ સુધી તે ચાલુ રહ્યું હતું.
થોડા દિવસો પહેલા લાતુરના પી. વી. કુલકર્ણીની આ કેસમાં પુણેથી ધરપકડ કરવામાં આવી હતી. કુલકર્ણીની સંપૂર્ણ પૂછપરછ દ્વારા જ શિવરાજ મોટેગાંવકરનું નામ સામે આવ્યું હતું. તે મુજબ સીબીઆઈએ ચક્રો ગતિમાન કર્યા અને તેમની પૂછપરછ કરી ધરપકડ કરવામાં આવી હતી.
કેન્દ્રીય એજન્સીએ શુક્રવારે આરસીસીના સ્થાપક શિવરાજ મોટેગાંવકરની તે જ વિસ્તારમાં આવેલા તેમના નિવાસસ્થાને લગભગ ૧૧ કલાક પૂછપરછ કરી હતી સૂત્રોએ જણાવ્યું હતું કે સીબીઆઈને શંકા છે કે લાતુરના કેટલાક ડોકટરોએ લીક થયેલ પરીક્ષાનું પેપર ખરીદ્યું હતું.

લાતુરના ટયુશન ક્લાસીસના વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. સીબીઆઈની ટીમ લાતુરમાં વિવિધ સ્થળોએ કાર્યવાહી કરી રહી છે. અનેક વિદ્યાર્થીઓના ડિજિટલ ગેજેટ્સ પણ તપાસાઈ રહ્યાં છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
