મુંબઈ મેટ્રોપોલિટન રિજનલ ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા મેટ્રો પ્રોજેક્ટોમાં 3603 પિલરો સફળતાપૂર્વક ગોઠવી દીધા છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં 6 મેટ્રો લાઈનમાં 4929 પિલરો નિયોજિત છે. આમ, પિલરો ગોઠવવાનું કામ કુલ 73 ટકા કામ પૂર્ણ થયું છે.

બાંધકામ પ્રક્રિયામાં ભારે વજનના પ્રીકાસ્ટ તત્ત્વો, જેમ કે, પિયર કેપ્સ, યુ-ગર્ડર્સ, આઈ- ગર્ડર્સનું કાસ્ટિંગ અને નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરાય છે. આ પ્રીકાસ્ટ તત્ત્વો અલગ અલગ કાસ્ટિંગ યાર્ડમાં બનાવીને પછી ગોઠવવાના સ્થળે લવાય છે. અહીં 350 મે.ટનથી 500 મે.ટન ક્ષમતાના ક્રેનનો ઉપયોગ કરીને ચઢાવવામાં આવે છે. મુંબઈ જેવા ટ્રાફિકથી ધમધમતી વિસ્તારમાં આ કામ મુશ્કેલ હોવાથી મોટે ભાગે રાત્રે જ તેનું પરિવહન અને નિર્માણ કામ કરાય છે, એમ મેટ્રોપોલિટન કમિશનર ડો. સંજય મુખરજીએ જણાવ્યું હતું.

અમે બધા જ મેટ્રો માર્ગો ઝડપથી પૂરા કરવા પ્રયત્નશીલ છીએ. લાઈન 2એ અને 7 હાલમાં શરૂ કરતાં લાખ્ખો પ્રવાસીઓને રાહત થઈ છે. ગાયમુખ અને શિવાજી ચોક (મીરા રોડ) વચ્ચે લાઈન 10 માટે વિવિધ પરવાનગી પ્રાપ્ત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. લાઈન 12 (કલ્યાણ તલોજા) માટે ટેન્ડર પ્રક્રિયાનું કામ ચાલુ છે, એમ તેમણે જણાવ્યું હતું.મેટ્રો નેટવર્ક પૂર્ણ થવા પર મુંબઈમાં પ્રવાસની શૈલીમાં આમૂલ પરિવર્તન આવવાની અપેક્ષા છે. રોજ પ્રવાસ કરતા લાખ્ખો પ્રવાસીઓ સાથે પર્યટકો માટે પણ તે આશીર્વાદરૂપ નીવડશે, એમ તેમણે જણાવ્યું હતું.

પિલરનાં કામ ક્યાં કેટલાં થયાં?
ડીએન નગરથી મંડાલે લાઈન 2બીમાં 1109માંથી 614 પિલર ગોઠવાયા છે. 50.7 ટકા કામ પૂર્ણ થયું છે. વડાલાથી કાસાર વડવલી લાઈન 4 અને 4એમાં અનુક્રમે 1476માંથી 973 અને 221માંથી 143 પિલર ગોઠવવા સાથે 55 ટકા કામ પૂર્ણ થયું છે. થાણેથી ભિવંડી લાઈન 5 ફેઝ 1માં 464માંથી 440 પિલરો ગોઠવી 78.4 ટકા કામ પૂર્ણ કરાયું છે. સ્વામી સમર્થ નગરથી વિક્રોલી લાઈન 6માં 769માંથી 657 પિલર ગોઠવીને 70.75 ટકા કામ પૂર્ણ કરાયું છે. દહિસરથી મીરા ભાયંદર લાઈન 9માં 900માંથી 776 પિલર ગોઠવવાનું કામ 61.28 ટકા પૂર્ણ કરાયું છે, એમ તેમણે જણાવ્યું હતું.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us