
રાજ્યમાં વધુમાં વધુ રોકાણ લાવવાના ઉદ્દેશથી વ્યવસાય સુલભતાની (ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ) પ્રક્રિયા વધુ ઉદ્યોગપૂરક કરવી અને એના માટે એમઆઈડીસી પાસેની સાડા ત્રણ હજાર એકર જમીનનું આગામી 100 દિવસમાં વિતરણ કરવું એવો આદેશ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આપ્યો હતો. મહાયુતિ સરકારના પહેલા 100 દિવસના વિકાસકામોનો કયાસ કાઢવા તેમણે બેઠક લીધી હતી જેમાં ઉદ્યોગ વિભાગનો કયાસ કાઢ્યો હતો.

બેઠકની શરૂઆતમાં ઉદ્યોગ વિભાગના સચિવ પી. અન્બલગને 100 દિવસમાં કરવામાં આવેલા કામના સંદર્ભની રજૂઆત કરી હતી. બેઠકમાં ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે સહિત ખાતાંના અધિકારીઓ ઉપસ્થિત હતા. એમઆઈડીસી પાસે અત્યારે 3500 એકર જમીન ઉદ્યોગોને વિતરણ કરવા ઉપલબ્ધ છે અને નવી 10 હજાર એકર જમીન અધિગ્રહણ માટે પ્રક્રિયા ચાલુ છે. વ્યવસાય સુલભતા ધોરણ અંતર્ગત મૈત્રી પોર્ટલ અને ઉદ્યોગ આયુક્તાલયના પોર્ટલ પર એઆઈ ચેટબોટ સુવિધા આપવામાં આવશે. તેમ જ શૂન્ય વિલંબિતતા ધોરણ સાથે મૈત્રી પોર્ટલ પર વધુ 50 સેવાનો સમાવેશ કરવાની પ્રક્રિયા 100 દિવસમાં પૂરી કરવામાં આવશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
