મુંબઈને પાણી પૂરું પાડતા જળાશયોની પાણીની સપાટી તળિયે પહોંચી ગઈ છે. આ  સાત જળાશયોમાં માંડ આઠ ટકા પાણી રહ્યું છે અને રિઝર્વ ક્વોટાને સાથે ગણવામાં આવે તો હવે લગભગ ૧૫ ટકા  જ જથ્થો બાકી રહ્યો છે.   મુંબઈને આટલું પાણી મહત્તમ ૪૬ દિવસ જ ચાલે તેમ છે. આથી હવે જો વરસાદ વધુ લંબાશે તો પાણી પુરવઠાની સમીક્ષા કરીને જૂનના અંતથી ૧૦ થી ૧૫ ટકા પાણીનો કાપ મૂકવાનો નિર્ણય લેવામાં આવશે એમ મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.

મુંબઈમાં સામાન્ય રીતે જૂનના બીજાં સપ્તાહથી ધમધોકાર ચોમાસું બેસી જતું હોય છે પરંતુ આ વખતે અડધો જૂન વીતી ગયા પછી પણ વરસાદના આસાર નથી. નૈઋત્યનું ચોમાસું વિલંબમાં પડયું છે અને હવેના અહેવાલો  અનુસાર મુંબઈમાં કદાચ ૨૨ જૂન આસપાસ વરસાદનું આગમન થઈ શકે. જોકે, મુંબઈને પાણી મળે એ માટે આ જળાશયોના  ઉપરવાસમાં સારા વરસાદની જરુર હોય છે. લાગલગાટ થોડા દિવસો ભરપૂર વરસાદ આવે તો જ જળાશયોમાં નવી આવક થઈ શકે છે. 

તાનસા, મોડકસાગર, અપર વૈતરણા, મધ્ય વૈતરણા, ભાતસા, વિહાર અને તુલસી નામના સાત જળાશયોમાંથી મુંબઈને દરરોજ ૩,૮૫૦ મિલિયન લીટર પાણી પૂરું પાડવામાં આવે છે.  મુંબઈગરાઓની એક વર્ષની તરસ છીપાવવા સાતેય જળાશયો મળીને કુલ ૧૪ લાખ ૪૭ હજાર ૩૬૩ મિલિયન લિટર પાણીની જરૃર છે.  

હાલ સાતેય જળાશયોમાં કુલ મળીન ૨, ૫૦, ૬૯૧ મિલિયન લીટર એટલે કે આશરે ૧૫ ટકા  પાણી ઉપલબ્ધ છે.  જૂનના અંત પછી પાણીની સમીક્ષા કરીને મુંબઈગરાના પાણીના પુરવઠામાં કાપ  કરવાનો નિર્ણય લેવામાં આવશે.  ગત વર્ષે સમગ્ર જૂન દરમિયાન  વરસાદ ન પડતાં પાણી પુરવઠો માત્ર ૧૧ ટકા બચ્યો હતો ત્યારે ૭મી જૂનથી અમલમાં આવે તે રીતે ૧૦ ટકા પાણી કાપ મૂકાયો હતો. 

 જો કે, જુલાઈની શરૃઆતથી ભારે વરસાદને કારણે તળાવોમાં  સંગ્રહ વધીને પચ્ચીસ ટકાની સપાટીએ પહોંચ્યો હતો. તેથી ૧૨ દિવસમાં પાણી કાપ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.  

 હાલમાં ૧૨૮૮૭૩ મિલિયન લિટર એટલે કે સાત જળાશયોમાં માત્ર ૮.૯૦ ટકા પાણી ઉપલબ્ધ છે.    જો કે, રાજ્ય સરકારના અધિકારક્ષેત્ર હેઠળના ભાતસા અને અપર વૈતરણના અનામત ક્વોટાનો ઉપયોગ કરવાની પરવાનગીને કારણે કુલ જળ અનામત ૧૫ ટકા જેટલો રહ્યો છે.  આ બંને જળાશયોમાંથી દરરોજ ૧૫૦ મિલિયન લીટર પાણી મળી રહ્યું છે.  તેથી  મોટી રાહત મળી છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Dlp5GlYBsz4I3eX56yFiSM

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us