
ડિસેમ્બર મહિનામાં મુંબઈમાં ૧૨ હજારથી વઘુ ઘરોનું વેચાણ થતાં તેના થકી રાજ્ય સરકારને ૧૧૧૬ કરોડની મહેસૂલી આવક થઈ છે. નવેમ્બરની તુલનામાં ડિસેમ્બરમાં વેચાણમાં વધારો નોંધાયો છે. જાન્યુઆરીથી ડિસેમ્બર ૨૦૨૪ના ગાળામાં મુંબઈમાં કુલ ૧,૪૧,૩૦૨ પ્રોપર્ટીનું વેચાણ થયું છે. જેના થકી સરકારને ૧૨,૧૬૧કરોડથી વધુનું મહેસૂલ મળ્યું છે.
રસપ્રદ ટ્રેન્ડ એ છે કે મુંબઈમાં મકાનોની કિંમત વધી રહી છે. હવે ૫૦ લાખથી ઓછી કિંમતના ઓછા સોદા થાય છે. બીજી તરફ બે કરોડથી વધુ કિંમતના સોદાઓનું પ્રમાણ વધતું જાય છે. ડિસેમ્બર ૨૦૨૪માં થયેલા સોદાઓમાંથી ૨૩ ટકા સોદાઓ બે કરોડથી વધુ કિંમતની મિલ્કતોના થયા હતા. કુલ સોદાઓમાંથી ૮૬ ટકા સોદાઓ ઉપનગરોમાં થયા છે.
કોરોના કાળ બાદ હક્કનું પ્રોપર્ટી ખરીદવાનું ચલણ વધ્યું છે. આ અનુસાર પ્રોપર્ટીેની માગણીમાં વધારો થયો છે. સપ્ટેમ્બર બાદ કરતાં અન્ય બધા મહિનામાં પ્રોપર્ટી વેચાણે૧૦ હજારનો આંક પાર કર્યો છે. સપ્ટેમ્બરમાં માત્ર ૯૧૧૧ પ્રોપર્ટી ના સોદા થયા હતા અને ૮૭૬ કરોડનું મહેસૂલ મળ્યું હતું. માર્ચમાં સૌથી વધુ ૧૪૧૪૯ પ્રોપર્ટી ના સોદા થયા હતા અને ૧૧૨૨ કરોડ મહેસૂલ મળ્યું હતું

જાન્યુઆરી અને નવેમ્બરમાં પ્રોપર્ટી વેચાણ ૧૧ હજારની અંદર રહ્યું હતું. બાકીના મહિનામાં ૧૧થી ૧૩ હજાર દરમ્યાન આંકડો રહ્યો હતો. વર્ષના અંતમાં ડિસેમ્બરમા પ્રોપર્ટી વેચાણે ૧૨ હજારનો આંક પાર કર્યો છે. બપોરે એક લાગ્યા સુધી ૧૨ ,૧૯૩ પ્રોપર્ટીનાં વેચાણ થયા હતા અને સરકારને ૧૧૧૬ કરોડનું મહેસૂલ મળ્યું હતું.
આખા વર્ષમાં મુંબઈમાં દોઢ લાખ જેટલી પ્રોપર્ટીનાં વેચાણથી બાંધકામ વ્યવનસાયને વેગ મળ્યો છે. આર્થિક વિકાસ માટે બાંધકામ વ્યવસાય કેટલું મહત્ત્વનું ક્ષેત્ર છે એ આપરથી જણાય છે. નવા વર્ષે પણ ઘર વેચાણમાં વધારો થશે એવી આશા સેવાઈ રહી છે. સ્ટેમ્પ ડયુટીમાં કપાત કરવાથી બાંધકામ વ્યવસાયને વધુ ફાયદો થશે એવી આશા રાખવામાં આવી રહી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
