શ્રી કોઠારા લોહાણા મહાજન ટ્રસ્ટ (કોઠારા – મુંબઈ) દ્વારા પૂજ્ય ઈષ્ટદેવ તેમજ પિતૃઓના આશીર્વાદથી પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ત્રણ દિવસીય ધાર્મિક અને સામાજિક મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ અંતર્ગત સરસ્વતી સન્માન સમારંભ, શ્રી નવચંડી યજ્ઞ અને હોમાત્મક લઘુરૂદ્ર યોજાશે.
ત્રણ દિવસીય કાર્યક્રમની રૂપરેખા:
- મંગળવાર, ૦૮/૦૯/૨૦૨૬:
- આરતી: સાંજે ૫:૧૫ કલાકે મીરા સોનાઘેલા એન્ડ ગ્રૂપના સંગાથે તલવારના તાલે પૂ. શ્રી જશરાજ દાદાની આરતી યોજાશે.
- શ્રદ્ધાસુમન & વડીલ સન્માન: સમાજમાંથી વિદાય થયેલા સ્વજનોને શ્રદ્ધાસુમન અર્પણ કરાશે. તેમજ “ઘરડાંતો….. ઘરના ઘરેણા” અંતર્ગત સાંજે ૫:૩૦ કલાકે ૬૦ વર્ષથી ઉપરના સિનિયર સિટિઝન વડીલોનું સન્માન કરાશે.
- સરસ્વતી સન્માન & વયનિવૃત્તિ સન્માન: સાંજે ૫:૩૦ કલાકે સરસ્વતી સન્માન સમારંભ યોજાશે, જેમાં બાળકોને વિવિધ દાતા પરિવારો તરફથી પ્રોત્સાહિત કરવામાં આવશે. આ સાથે શ્રી રમેશભાઈ વી. ભગદે અને શ્રી તુલસીદાસ કે. ધીરાવાણીનું વિશેષ વયનિવૃત્તિ સન્માન કરાશે.
- સ્થળ: વ. ક. નાથા છાત્રાલય.
- બુધવાર, ૦૯/૦૯/૨૦૨૬:
- શ્રી નવચંડી યજ્ઞ: સવારે ૮:૩૦ થી સાંજે ૫:૨૫ કલાક સુધી શ્રી આશાપુરા માતાજીનું મંદિર, કોઠારા ખાતે યોજાશે.
- સંગીતમય મહાઆરતી: સાંજે ૭:૩૦ કલાકે કલ્યાણેશ્વર મહાદેવ મંદિર, કોઠારા ખાતે (પાલેશ્વર ભક્ત મંડળ, કોઠારાના સંગાથે) યોજાશે.
- ભોજન પ્રસાદ: રાત્રે ૮:૩૦ કલાકે વ. ક. નાથા છાત્રાલય ખાતે સહપરિવાર ભોજન પ્રસાદ રાખેલ છે.
- ગુરુવાર, ૧૦/૦૯/૨૦૨૬:
- હોમાત્મક લઘુરૂદ્ર: સવારે ૮:૩૦ થી સાંજે ૫:૩૦ કલાક સુધી.
- સંગીતમય મહાઆરતી: સાંજે ૬:૩૦ કલાકે સ્વયંભૂ કામેશ્વર મહાદેવ મંદિર, કોઠારા, કચ્છ ખાતે યોજાશે.
- બાપાનો પ્રસાદ: રાત્રે ૮:૩૦ કલાકે વ. ક. નાથા છાત્રાલય ખાતે યોજાશે.
ટ્રસ્ટના પ્રમુખશ્રી, ટ્રસ્ટી મંડળ, શ્રી લોહાણા સમાજ (કોઠારા-મુંબઈ) અને શ્રી લોહાણા યુવક મંડળ (કોઠારા) દ્વારા તમામ જ્ઞાતિજનોને સહપરિવાર ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 9 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 1 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/C9ULZxxpund1FihW9YLwOK
https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
