કચ્છી – ગુજરાતી મોટા ઉદ્યોગપતિ, વેપારી અને કચ્છી ભાનુશાલી સમાજના આગેવાન એવા શ્રી મનોજભાઈ મંગલદાસ ગોરી (ગામ – મોડકૂબા) ની તા. 01/09/2026ના થયેલ અણધારી વિદાયથી સમસ્ત ભાનુશાલી સમાજે એક છત્રછાયા ગુમાવી છે. તેઓ ધર્મપારાયણ અને સેવાભાવી હતા. સમસ્ત ભાનુશાલી સમાજ માટે દાતાર તરીકે અનેક કાર્યો કરેલ છે. તેઓની સેવા, સ્નેહ અને માર્ગદર્શનને સમાજ ભૂલી શકશે નહિ. તેઓના સંસ્કાર અને જીવનમૂલ્યો હંમેશા પ્રેરણારૂપ રહેશે.
શ્રી મનોજભાઈ અને તેઓના પરિવાર દ્વારા અનેક પરોપકારી સત્કર્મો જેમકે સમૂહલગ્નો, ઐરોલી અને નેરુલમાં હોસ્ટેલ, સમાજના મકાનોના રિડેવલ્પમેન્ટ માટે સંકલ્પ નિધિ, સ્વમાન લગ્ન વ્યવસ્થાના પ્રણેતા, અમદાવાદમાં મંગલ ભવનની સ્થાપના અને કન્યા શિક્ષણ માટે હોસ્ટેલ, તેમજ વાપી અને ઉમરગામ ખાતે ઓધવ આંગન આવાસ યોજના અને વલસાડમાં સમાજ વાડી ના પ્રણેતા શ્રી મનોજભાઈ એ ભાનુશાલી સમાજ સાથે તેઓના મોડકૂબા ગામ માટે પણ વારામાં મંદિરનું નિર્માણ, જરુરુયાતમંદ ને માવજત સહાય, ભાગવત સપ્તાહ, વારામાં ભવન અને ભોજનાલય, જરૂરિયાતમંદો માટે આર્થિક, શૈક્ષણિક અને માવજત સહાય તથા મેડીક્લેમ ની સુવિધા જેવા અનેક સત્કર્મો ના દાતા એવા સમાજના મોભીના અવસાનથી મોટો ખાલીપો સર્જાયેલ છે. તેઓએ સમાજના આધારસ્તંભ,દિન દુઃખીઓના બેલી અને સમાજના માર્ગદર્શક બની રહયા હતા.
સમસ્ત ભાનુશાલી સમાજ દ્વારા તેઓને શ્રધ્દ્ધાંજલિ અને તેમના પુણ્ય આત્માને ચિરઃશાંતિ અર્થે પ્રાર્થના કરવામાં આવેલ છે તેમ નવી મુંબઈ સ્થિત એ.પી.એમ.સી. માર્કેટની દાણા બજારની ગ્રોમા સંસ્થાના પ્રમુખ શ્રી ભીમજીભાઈ ભાનુશાલીએ જણાવેલ હતું. તેઓએ વધુમાં જણાવેલ કે જામનગર મધ્યે આવેલ કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા સંચાલિત એકમાત્ર શાળા શ્રી ભાનુજ્યોત ઇંગલિશ એકેડેમી સેકન્ડરી વિભાગ જામનગરના સ્થાપિત દાતા બની આપે જામનગરમાં સમાજવિકાશ તેમજ શિક્ષણની અખંડ જ્યોત જગાવી હતી. જામનગરમાં શિક્ષણ ક્ષેત્રે તેઓનું અમૂલ્ય યોગદાન સમાજને હંમેશા યાદ રહેશે.
ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 9 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 1 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/C9ULZxxpund1FihW9YLwOK
https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
