
યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ભારત સહિત ઘણા દેશોએ અન્ય સોશિયલ મીડિયા સાઇટ્સ પર આ અંગે ફરિયાદ કરી હતી.
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કનું માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ‘X’ ફરી એકવાર વિશ્વભરમાં ડાઉન થયું છે. સોમવારે આ ત્રીજી વખત છે જ્યારે X ડાઉન ઠપ્પ થઇ ગયું છે. જેના કારણે યુઝર્સ લોગ ઇન કરી શકતા નથી. ઘણા યુઝર્સે ડાઉન ડિટેક્ટર વેબસાઇટ પર ફરિયાદો નોંધાવી છે.
ડાઉન ડિટેક્ટર વેબસાઇટ અનુસાર, પ્રથમવાર સમસ્યા પહેલા બપોરે 3:30 વાગ્યે આવી હતી. પછી સાંજે 7 વાગ્યે લોકોને લોગ ઇન કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. ત્રીજી વખત X રાત્રે 8:44 વાગ્યે ફરીથી ડાઉન થયું હતું. વિવિધ સ્થળોએ લોકોને એપ અને સાઇટ પર સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. વિશ્વભરના ઘણા દેશોમાં યુઝર્સે Xને લઇને ફરિયાદ કરી હતી.

યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ભારત સહિત ઘણા દેશોએ અન્ય સોશિયલ મીડિયા સાઇટ્સ પર આ અંગે ફરિયાદ કરી હતી. વૈશ્વિક સ્તરે 40,000થી વધુ યુઝર્સે સેવામાં વિક્ષેપની ફરિયાદ કરી છે. ડાઉન ડિટેક્ટર વેબસાઇટના અહેવાલ મુજબ, 56 ટકા યુઝર્સ એપ્લિકેશનમાં જ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, જ્યારે 33 ટકા યુઝર્સ વેબસાઇટમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. બીજા 11 ટકા લોકોએ સર્વર કનેક્શનમાં સમસ્યાની જાણ કરી.
હાલમાં X એ સમસ્યાનો સ્વીકાર કર્યો નથી અને યુઝર્સે સમસ્યાઓ ફરિયાદ કરવાનું ચાલુ રાખ્યું છે. આ મુદ્દાથી યુઝર્સ ખૂબ જ હતાશ થયા છે અને તેઓ માને છે કે કંપની તરફથી જવાબદારીનો અભાવ છે. આ ટેકનિકલ ખામી પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ યુઝર્સ શક્ય તેટલી વહેલી તકે ઉકેલની અપેક્ષા રાખી રહ્યા છે.
મસ્કે X ડાઉન થવા પર પ્રતિક્રિયા આપતા પોસ્ટ કરી હતી. મસ્કે લખ્યું કે અમારા પર એક મોટો સાયબર હુમલો થયો હતો (હજુ પણ થઇ રહ્યા છે.). અમારા પર ઘણા બધા સંસાધનોનો ઉપયોગ કરીને સાયબર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં કોઈ મોટું જૂથ કે દેશ સામેલ છે.

WABetaInfo ના રિપોર્ટ અનુસાર, આ ફિચર WhatsApp યૂઝર્સ માટે કૉલ મેનૂના નામે ઉમેરવામાં આવશે. આ સુવિધા WhatsAppના એન્ડ્રોઇડ બીટા વર્ઝન 2.25.5.21 માં ઉમેરવામાં આવી છે. આ ફિચરમાં વૉટ્સએપથી કૉલ કરતી વખતે યૂઝર્સને પર્સનલ ચેટમાં જ ઓડિયો અને વીડિયો કૉલ માટે અલગ અલગ વિકલ્પો દેખાશે. આ ઉપરાંત, એક જ સમયે કોલમાં અનેક લોકોને ઉમેરવા માટે સિલેક્ટ પીપલ નામનો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે. યૂઝર્સ વીડિઓ અથવા ઑડિઓ કૉલ આઇકોન પર ટેપ કરીને કોઈને કૉલ કરી શકશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
