
કુર્લા ખાતે બેસ્ટ બસ દુર્ઘટના પછી ચાલકના પ્રશિક્ષણનો મુદ્દો સપાટી પર આવ્યો હતો. કુર્લા ખાતેની દુર્ઘટનાગ્રસ્ત ઈલેકટ્રીક બસચાલકને બસ ચલાવવાનું પૂરતું પ્રશિક્ષણ આપવામાં આવ્યું નહોતું એમ જણાયું હતું. તેથી મહાપાલિકાના ઘનકચરા વિભાગે પોતાના ચાલકોને પ્રશિક્ષણ આપવાનું નક્કી કર્યું છે. કચરાગાડી પરના ચાલકો સાથે જ અધિકારીઓની કારના ચાલકોને પણ પ્રશિક્ષણ આપવામાં આવશે. આ જ કાર્યક્રમ અંતર્ગત ડિફેન્સિવ ડ્રાઈવિંગ ટ્રેનિંગ આપવામાં આવશે. એના પહેલા તબક્કામાં 240 ચાલકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાંથી 40 જણને છેલ્લા બે દિવસમાં એક દિવસનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે. મુંબઈ મહાપાલિકા અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ (મહારાષ્ટ્ર વિભાગ) તરફથી આ પ્રશિક્ષણ આપવામાં આવે છે.

મુંબઈ મહાપાલિકાની હદમાં દરરોજ ઘનકચરો ભેગો કરવામાં આવે છે. આ કચરો ભેગો કરીને વાહનોમાંથી લઈ જતા મહાપાલિકા તરફથી વિવિધ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. તેમ જ આ વાહનચાલકોને પણ સમયાંતરે પ્રશિક્ષણ આપવામાં આવે છે. એના જ એક ભાગ તરીકે ઘનકચરાનું વાહન લઈ જતા વાહનચાલકોને સુરક્ષિતતાથી વાહન ચલાવવાની યોગ્ય ટેકનોલોજીનું જ્ઞાન આપવું, પરિવહનના નિયમ પાળવાનું મહત્વ સમજાવવું, વાહનોનું યોગ્ય ધ્યાન રાખવું વગેરે બાબતની આ પ્રશિક્ષણમાં વિગતવાર માહિતી આપવામાં આવી.
આ પ્રશિક્ષણ કુલ 240 વાહનચાલકોને આપવામાં આવશે. આ પ્રશિક્ષણ કાર્યક્રમના પહેલા તબક્કાની શરૂઆત 20 માર્ચના થઈ. દર અઠવાડિયે ગુરુવાર અને શુક્રવાર પ્રમાણે 12 ટીમમાં દરેકમાં 20 ચાલકને પ્રથમ તબક્કાનું પ્રશિક્ષણ આપવામાં આવશે. મુંબઈ મહાપાલિકાના ઘનકચરા વિભાગ અંતર્ગત પરિવહન વિભાગ આવે છે. આ વિભાગ પાસે મહાપાલિકાના વિવિધ વાહનોની દેખભાળ રાખવાની જવાબદારી છે. આ વિભાગમાં લગભગ 700 વિવિધ વાહન છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
