
આમળાનું ચૂર્ણ ખાવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યા દુર થાય છે. આમળા વિટામિન્સ અને મિનરલ્સથી ભરપુર હોય છે. તેનો પાવડર રોજ લઈ શકાય છે અને આ પાવડર લેવાથી 4 સમસ્યામાં તો દવા વિના જ રાહત મળવા લાગશે.
આમળા પાવડર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તેમાં વિટામિન સી, ફાઈબર, વિટામિન એ, વિટામિન ઈ અને એન્ટી ઓક્સીડન્ટ ભરપુર માત્રામાં હોય છે. આમળાનું ચૂર્ણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આમળાનું ચૂર્ણ કોઈપણ સમયે લઈ શકાય છે પરંતુ સવારે ખાલી પેટ લેવાથી શરીરને સૌથી વધુ લાભ થાય છે. સવારે આમળાનો પાવડર લેવાથી કયા ફાયદા થાય છે ચાલો તમને જણાવીએ.
ડાયાબિટીસમાં ફાયદો

આમળા ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક છે. જો તમે ડાયાબિટીસના દર્દી છો તો રોજ સવારે આમળા લેવાનું શરુ કરી દો. આમળા પાવડરમાં ઘુલનશીલ ફાઈબર હોય છે. જે શરીરમાં ભળી જાય છે. આમળા શરીરમાં ખાંડને અવશોષિત કરવાના દરને સ્લો કરે છે. જો તમે સવારે ખાલી પેટ આમળા પાવડરનું સેવન કરો છો તો તેનાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે.
કબજિયાત
જે લોકોને કબજિયાત હોય તેમના માટે પણ આમળા પાવડર ફાયદાકારક હોય શકે છે. આમળા પાચન સંબંધિત સમસ્યાને ઠીક કરવામાં મદદ કરે છે. આ પાવડર ખાવાથી અપચો, ગેસ અને એસિડિટી જેવી સમસ્યા ઠીક થઈ જાય છે. આમળામાં ફાઈબર હોય છે જે પાચન સુધારે છે. આમળાનું ચૂર્ણ સવારે લેવાથી પેટ સરળતાથી સાફ થઈ જાય છે. આમળા કબજિયાતથી છુટકારો અપાવી શકે છે.
ઈમ્યુનિટી બુસ્ટ થશે
આમળા પાવડર વિટામિન સીનો એક સારો સોર્સ છે. રોજ સવારે આળમાળનું ચૂર્ણ લેવાથી શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા મજબૂત થાય છે. આ પાવડર લેવાથી ઈમ્યૂનિટી બુસ્ટ થાય છે અને સીઝનલ બીમારીથી બચાવ થાય છે. આમળા પાવડર શરદી-ઉધરસ જેવી સમસ્યામાં પણ આરામ આપે છે. આમળા પાવડરમાં ફાઈટોન્યૂટ્રિએંટ્સ હોય છે જે ફ્રી રેડિકલ્સથી બચાવે છે.
આંખ માટે લાભકારી

આમળા પાવડર આંખ માટે પણ લાભકારી છે. જો તમે રોજ સવારે આમળાનું ચૂર્ણ લેશો તો આંખ સંબંધિત સમસ્યાઓનું જોખમ ઓછું થાય છે. આમળામાં રહેલું વિટામિન્સ આંખને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. આમળા પાવડર ખાવાથી આંખ સંબંધિત સમસ્યા વધતી અટકી જાય છે.
આમળા પાવડર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. રોજ સવારે આમળાનું સેવન કરવું હોય તો એક ગ્લાસ હુંફાળુ પાણી લેવું અને તેમાં 1 ચમચી આમળા પાવડર મિક્સ કરવો. આ પાણી રોજ સવારે ખાલી પેટ પી લેવું. થોડા દિવસ રોજ આ પાણી પીવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યા દુર થાય છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
