એવું પણ કહેવાય છે કે ગંગાને પૃથ્વી પર લાવનારા મહારાજ ભગીરથે આ દિવસે તેમના પૂર્વજોનું તર્પણ અર્પણ કર્યું હતું. તેમનું તર્પણ સ્વીકાર્યા બાદ આ દિવસે ગંગા સમુદ્રમાં વિલીન થઈ ગઈ હતી. આ દિવસે સ્નાન દાનનું પણ વિશેષ મહત્વ છે. તો ચાલો જાણીએ મકરસંક્રાંતિની પૌરાણિક કથા અને રાશિ પ્રમાણે શું કરવું જોઈએ દાન.

પતંગોનો તહેવાર મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ. ઉત્તરાયણનો તહેવાર નાના બાળકોથી લઈને વૃદ્ધો પતંગ મનાવે છે. તો મકરસંક્રાંતિના દિવસે સ્નાન અને દાનનું પણ ખૂબ જ મહત્વ છે. પૌરાણિક કથાઓ અનુસાર, મકરસંક્રાંતિના દિવસે ભગવાન સૂર્ય સ્વયં તેમના પુત્ર શનિના ઘરે તેમને મળવા જાય છે. શનિદેવ મકર રાશિના સ્વામી હોવાથી આ દિવસને મકરસંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. કહેવાય છે કે, મકરસંક્રાંતિના દિવસે ગંગાજી ભગીરથની પાછળ ગયા અને કપિલ મુનિના આશ્રમ થઈને તેમને સમુદ્રમાં મળ્યા.

એવું પણ કહેવાય છે કે ગંગાને પૃથ્વી પર લાવનારા મહારાજ ભગીરથે આ દિવસે જ તેમના પૂર્વજો માટે તર્પણ કર્યું હતું. તેમનું તર્પણ સ્વીકાર્યા બાદ આ દિવસે ગંગા સમુદ્રમાં મળી ગઈ હતી. તેથી જ મકરસંક્રાંતિ પર ગંગા સાગરમાં મેળાનું આયોજન કરવામાં આવે છે.

તેમજ મહાભારત કાળના મહાન યોદ્ધા ભીષ્મ પિતામહે પણ પોતાના દેહ ત્યાગ માટે મકરસંક્રાંતિનો દિવસ પસંદ કર્યો હતો. ઉત્તર ભારતમાં મકરસંક્રાંતિનો તહેવાર ખીચડી ખાઈને ઉજવવામાં આવે છે, જ્યારે ગુજરાતમાં આ તહેવાર પતંગ ઉત્સવ તરીકે તેમજ ઊંધિયું અને જલેબી-ફાફડા ખાઈને ઉજવવામાં આવે છે.

વિવિધ માન્યતાઓ અનુસાર, આ તહેવારના દિવસે અલગ અલગ વાનગીઓ ખાવામાં છે, પરંતુ દાળ અને ચોખાની ખીચડી આ તહેવારની મુખ્ય ઓળખ છે. આ દિવસે ગોળ અને ઘી સાથે ખીચડી ખાવાનું વિશેષ મહત્વ છે, તેથી ઉત્તર ભારતમાં આ તહેવારને ‘ખિચડી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત મકરસંક્રાંતિના દિવસે તલ અને ગોળનું પણ ઘણું મહત્વ છે.

મકરસંક્રાંતિના દિવસે દાનનું ખૂબ જ મહત્વ છે. આ દિવસે તલ, ખીચડી, ગોળ અને ધાબળાનું દાન કરવાનું પણ ખાસ મહત્વ છે.

મકરસંક્રાંતિના દિવસે કરો રાશિ અનુસાર દાન

મેષ – પાણીમાં પીળા ફૂલ, હળદર, તલ મિક્સ કરીને અર્ઘ્ય ચઢાવો. તલ અને ગોળનું દાન કરો.

વૃષભ – પાણીમાં સફેદ ચંદન, દૂધ, સફેદ ફૂલ, તલ નાંખીને સૂર્યને અર્ધ્ય ચઢાવો. ખીચડીનું દાન કરો.

મિથુન – પાણીમાં તલ નાંખીને સૂર્યને જળ અર્પણ કરો. મગ દાળની ખીચડીનું દાન કરો.

કર્ક – પાણીમાં દૂધ, ચોખા અને તલ મિક્સ કરીને સૂર્યને જળ અર્પિત કરવાથી પરેશાનીઓમાંથી રાહત મળશે. ગોળ અને તલનું દાન કરો.

સિંહ – પાણીમાં કુમકુમ, રક્ત ફૂલ અને તલ નાંખીને સૂર્યને જળ અર્પણ કરો. ગોળ અને તલનું દાન કરો.

કન્યા – પાણીમાં તલ, દૂર્વા અને ફૂલ નાંખીને સૂર્યને અર્પણ કરો. મગની દાળની ખીચડી બનાવીને તેનું દાન કરો. ગાયને ચારો આપો.

તુલા – સફેદ ચંદન, દૂધ, ચોખાનું દાન કરો. સફેદ ચંદન મિક્સ કરીને સૂર્યને જળ અર્પણ કરો.

વૃશ્ચિક – કંકુ, રક્ત ફૂલ અને તલને પાણીમાં નાંખીને સૂર્યને અર્પણ કરો. ગોળનું દાન કરો.

ધન – પાણીમાં હળદર, કેસર અને પીળા ફૂલ નાંખીને સૂર્યને જળ અર્પણ કરો. ગોળનું દાન કરો.

મકર – પાણીમાં વાદળી ફૂલ અને તલ મિક્સ કરીને સૂર્યને અર્ધ્ય આપો. કાળા તલ અને અડદની દાળથી બનેલી ખીચડીનું દાન કરો.

કુંભ – પાણીમાં વાદળી ફૂલ અને તલ મિક્સ કરીને સૂર્યને અર્ધ્ય આપો. અડદ અને તલનું દાન કરો.

મીન – હળદર, કેસર, પીળા ફૂલમાં તલ મિક્સ કરીને સૂર્યને અર્ધ્ય આપો. તલ અને ગોળનું દાન કરો.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Ki5gqQ1M2X4HvxQqevbpKp

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us