September 19, 2024
11 11 11 AM
કારમાં ગમે ત્યારે થઈ શકે છે આ નોર્મલ પ્રોબ્લેમ્સ, જાણો તેનાથી બચવાના ઉપાયો
માત્ર સાડા ​​ત્રણ કલાકની જ ઊંઘ, 6 વાગ્યા પછી જમતાં નથી… આ છે 74 વર્ષના PM મોદીની દિનચર્યા
છેલ્લી મિનિટોમાં આ કંપનીનું લિસ્ટિંગ અટકાવ્યું, IPOએ ગ્રે માર્કેટમાં હાહાકાર, જાણો આ કઠોર નિર્ણયનું કારણ
શિખર ધવન પછી મોહમ્મદ શમીએ ચાહકોને આંચકો આપ્યો, અચાનક નિવૃત્તિની જાહેરાત કરી.
બીએમસી (BMC)એ કરી ૪૭ મ્યુનિસિપલ માર્કેટના રિડેવલેપમેન્ટની દરખાસ્ત
તિલકનગર, કાંદિવલી, સાંતાક્રુઝ, ચેંબુર ખાતે નવા અગ્નિશમન કેન્દ્ર
નવી મુંબઈમાં ગણપતીના ગળામાંથી સોનાનો હાર ચોરાયો
વિધાનસભા ચૂંટણી મહાયુતિ અને આઘાડી માટે પ્રતિષ્ઠાનો જંગ
Health Tips – રોજ સવારે 2 મિનિટ બંને હથેળી રગડવાથી થાય છે આ 5 અદ્ભુત ફાયદા
આજનું રાશિફળ (Wednesday, September 18, 2024)
Breaking News
કારમાં ગમે ત્યારે થઈ શકે છે આ નોર્મલ પ્રોબ્લેમ્સ, જાણો તેનાથી બચવાના ઉપાયો માત્ર સાડા ​​ત્રણ કલાકની જ ઊંઘ, 6 વાગ્યા પછી જમતાં નથી… આ છે 74 વર્ષના PM મોદીની દિનચર્યા છેલ્લી મિનિટોમાં આ કંપનીનું લિસ્ટિંગ અટકાવ્યું, IPOએ ગ્રે માર્કેટમાં હાહાકાર, જાણો આ કઠોર નિર્ણયનું કારણ શિખર ધવન પછી મોહમ્મદ શમીએ ચાહકોને આંચકો આપ્યો, અચાનક નિવૃત્તિની જાહેરાત કરી. બીએમસી (BMC)એ કરી ૪૭ મ્યુનિસિપલ માર્કેટના રિડેવલેપમેન્ટની દરખાસ્ત તિલકનગર, કાંદિવલી, સાંતાક્રુઝ, ચેંબુર ખાતે નવા અગ્નિશમન કેન્દ્ર નવી મુંબઈમાં ગણપતીના ગળામાંથી સોનાનો હાર ચોરાયો વિધાનસભા ચૂંટણી મહાયુતિ અને આઘાડી માટે પ્રતિષ્ઠાનો જંગ Health Tips – રોજ સવારે 2 મિનિટ બંને હથેળી રગડવાથી થાય છે આ 5 અદ્ભુત ફાયદા આજનું રાશિફળ (Wednesday, September 18, 2024)

Dawood Ibrahim ને કોણે આપ્યું ઝેર? ટાર્ગેટ કિલિંગ કે પછી પાકિસ્તાનની ISI નો તો હાથ નથી ને!

પાકિસ્તાની પત્રકાર આરઝૂ કાઝમી સહિત અનેક લોકોએ જણાવ્યું છે કે હાલ સોશિયલ મીડિયા પર એક મહત્વના સમાચાર વહેતા થયા છે અને કહેવાઈ રહ્યું છે કે પાકિસ્તાનના ક્રિકેટર જાવેદ મિયાદાદના સંબંધી અને ભારતીય નાગરિક દાઉદ ઈબ્રાહિમને કોઈએ ઝેર આપ્યું છે. હાલ દાઉદની સ્થિતિ નાજુક હોવાનું કહેવાય છે. ગંભીર સ્થિતિમાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. 

પાકિસ્તાનમાં છૂપાયેલા ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકી દાઉદ ઈબ્રાહિમને ઝેર અપાયું હોવાના અહેવાલો વહેતા થયા છે. પાકિસ્તાની પત્રકાર આરઝૂ કાઝમી સહિત અનેક લોકોએ જણાવ્યું છે કે હાલ સોશિયલ મીડિયા પર એક મહત્વના સમાચાર વહેતા થયા છે અને કહેવાઈ રહ્યું છે કે પાકિસ્તાનના ક્રિકેટર જાવેદ મિયાદાદના સંબંધી અને ભારતીય નાગરિક દાઉદ ઈબ્રાહિમને કોઈએ ઝેર આપ્યું છે. હાલ દાઉદની સ્થિતિ નાજુક હોવાનું કહેવાય છે. ગંભીર સ્થિતિમાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તેમણે એ પણ જણાવ્યું કે આ ન્યૂઝ સામે આવતા જ પાકિસ્તાનમાં ટ્વિટર, યુટ્યુબ, અને ગુગલ સર્વિસિઝ પણ ડાઉન થઈ ગઈ છે. કોઈ કમ્યુનિકેટ કરી શકતું નથી. કોઈ ન્યૂઝ આપી શકતું નથી. જો કે આ ખબરની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. ભારતના દરેક વ્યક્તિના દિમાગમાં એ જ સવાલ ઉઠી રહ્યો છે કે પાકિસ્તાનમાં બેઠેલા ભારતના દુશ્મનોનો હાલના દિવસોમાં કોણ ખાતમો કરી રહ્યું છે?  67 વર્ષના દાઉદ પર ભારતમાં અનેક કેસ છે, જેનાથી બચવા માટે તે ઘણા વર્ષોથી કરાચીમાં રહે છે.

ક્યાંક ISI નું ષડયંત્ર તો નથી ને?
હકીકતમાં પાકિસ્તનના છેલ્લા બે વર્ષના હાલાત જોઈએ તો ખબર પડે છે કે તેની સ્થિતિ ખુબ કથળી ગઈ છે. દુનિયા પાસેથી મળતું ફંડિંગ ઘટી ગયું છે. દેશની બદનામી સાથે મોંઘવારી પણ વધી છે. સરકારનો ખજાનો ખાલી છે. આ બધાનું કારણ પાકિસ્તાનની આતંકીઓ માટે હમદર્દી છે. હવે આ સફાયાનું એક મોટું કારણ એ પણ માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનના શાસકો ખાસ કરીને ISI ને એ વાત સમજમાં આવી ગઈ છે કે જો દેશને બચાવવો હોય તો પોતાના લોહીથી ખરડાયેલા હાથ ધોવા પડશે. આતંકીઓથી છૂટકારો મેળવવો પડશે. પોતાની ધરતીથી આતંકની નર્સરીને ખતમ કરવી કરવી પડશે. ઝઘડાની આડ લઈને મોટા મોટા આતંકીઓનો સફાયો થઈ રહ્યો છે કારણ કે જ્યારે આતંકીઓના આકા જ નહીં હોય તો આખી આતંકી જમાત આપોઆપ જ વિખરાઈ જશે. 

એક વર્ષ પહેલા પાકિસ્તાન પૂરા ચાર વર્ષ બાદ FATF ની ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળ્યું હતું. તે પહેલા 2008માં આ લિસ્ટમાં તે સામેલ થયું હતું. ગત વર્ષે પાકિસ્તાનને રાહત એટલા માટે મળી કારણ કે ત્યાં નેશનલ એસેમ્બલીએ મની લોન્ડરિંગ અને ટેરર ફંડિંગ પર રોક માટે બિલ પાસ કર્યું હતું. ત્યારબાદ પાકિસ્તાનની અર્થવ્યવસ્થામાં સુધાર માટે દુનિયા પાસેથી રોકાણ આવવાની આશા વધી ગઈ. આંતરરાષ્ટ્રીય કંપનીઓ ખચકાતી હતી પરંતુ હવે પાકિસ્તાન પર ભરોસો કરી શકશે એવું તેમને લાગે છે. ત્યારબાદ ગત એક વર્ષમાં પાકિસ્તાનમાં એક પછી એક અનેક આતંકીઓનો ખાતમો થયો. 

ટાર્ગેટ કિલિંગ બીજું કારણ!
આ વર્ષે અત્યાર સુધીમાં પાકિસ્તાનમાં એક ડઝન કરતા વધુ આતંકીઓનો ખાતમો થઈ ચૂક્યો છે. ડિસેમ્બરની શરૂઆતમાં જ કરાચીમાં લશ્કર આતંકી અને ઉધમપુરમાં BSF ના કાફલા પર હુમલાના માસ્ટરમાઈન્ડ અદનાન અહેમદ ઉર્ફે હંઝલાને મોતને ઘાટ ઉતારી દેવાયો. ખબર પડી કે અજાણ્યા હુમલાખોરોએ ગોળીઓથી વિંધી દીધો હતો. તે 26/11 મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદનો નીકટનો કહેવાયો હતો. 

તેના એક દિવસ પહેલા મુંબઈ હુમલાનું ષડયંત્ર રચનારા લશ્કરના આતંકી સાજિદ મીરને પાકિસ્તાનની જેલમાં ઝેર અપાયાની વાત આવી હતી. તેના કેટલાક મહિના પહેલા પાકિસ્તાનમાં ખાલિસ્તાની આતંકી પરમજીત સિંહ પંજવડ, એઝાઝ અહેમદ, બશીર અહેમદ પીર, મુફ્તી કૈસર ફારુક જેવા અનેક આતંકીઓને મારવામાં આવ્યા. બધામાં એક વાત કોમન હતી કે અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારી દીધી. આવામાં સવાલ એ ઊભો થાય કે કયા આતંકી સંગઠનોમાં પરસ્પર લડાઈ છેડાઈ છે. વર્ચસ્વની જંગ તો પહેલા પણ જોવા મળી હતી. આ પાડોશી અફઘાનિસ્તાનમાં તાલિબાન હકુમતની અસર તો નથી કે પાકિસ્તાનમાં કોઈ મોટું આતંકી સંગઠન જન્મ તો નથી લઈ રહ્યું?

એક રિપોર્ટમાં દાવો છે કે પાકિસ્તાનમાં આ વર્ષે 20 હાઈ પ્રોફાઈલ આતંકીઓની હત્યા થઈ છે. આવામાં સવાલ એ ઊભો થયો કે પાકિસ્તાનની ધરતી પર ભારતના દુશ્મનોનો સફાયો કોણ કરી રહ્યું છે. થોડા સમય પહેલા એ વાતની આશંકા વ્યક્ત કરાઈ હતી કે ક્યાંક તે આઈએસઆઈનું ષડયંત્ર ત નથી અને આગામી ટાર્ગેટ શું દાઉદ ઈબ્રાહિમ હશે? હવે થોડા કલાકથી દાઉદને ઝેર અપાયાની અટકળો સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગ ટોપીકમાં છે. 

Dawood Ibrahim Health Latest Update
1. દાઉદ ઈબ્રાહિમની તબિયત ખરાબ છે. સોમવારે વહેલી સવારે મળેલા લેટેસ્ટ અપડેટ મુજબ તે કરાચીની એક હોસ્પિટલમાં છે. 
2 અટકળો લગાવવામાં આવી રહી છે કે કોઈએ તેને ઝેર આપ્યું છે. જો કે એ વાતની પુષ્ટિ થઈ શકી નથી. 
3. હોસ્પિટલમાં તેને બે દિવસ થઈ ચૂક્યા છે એટલે કે શનિવારે રાતે તેની તબિયત બગડી હતી. હોસ્પિટલની અંદર કડક સુરક્ષા છે. 
4. હોસ્પિટલના જે ફ્લોર પર દાઉદ છે ત્યાં કોઈ બીજો દર્દી નથી. ડોક્ટરો સિવાય ફક્ત તેના પરિવારના લોકોને ત્યાં જવા દેવાય છે. 

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us