June 22, 2024
11 11 11 AM
બાળકીની જાતીય સતામણી કરવા બદલ કરિયાણાની દુકાનના કર્મચારીની ધરપકડ
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
વિરારમાં ગુમ થયેલી 64 વર્ષના વૃદ્ધાની લાશ ઝાડ નીચે દબાયેલી હાલતમાં મળી
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
ચોમાસામાં પિકનિક માટે બાન્દ્રાની રિઝવી કોલેજના 4 વિદ્યાર્થીઓ ખાલાપુરની નદીમાં ડૂબ્યા 
મહારાષ્ટ્રનું રાજકારણ મુંબઈના અટલ બ્રિજમાં પડી તિરાડને લઈને ભારે ગરમાયું
Breaking News
બાળકીની જાતીય સતામણી કરવા બદલ કરિયાણાની દુકાનના કર્મચારીની ધરપકડ અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ વિરારમાં ગુમ થયેલી 64 વર્ષના વૃદ્ધાની લાશ ઝાડ નીચે દબાયેલી હાલતમાં મળી અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ ચોમાસામાં પિકનિક માટે બાન્દ્રાની રિઝવી કોલેજના 4 વિદ્યાર્થીઓ ખાલાપુરની નદીમાં ડૂબ્યા  મહારાષ્ટ્રનું રાજકારણ મુંબઈના અટલ બ્રિજમાં પડી તિરાડને લઈને ભારે ગરમાયું

સપનામાં સાપ દેખાવાનો શું છે અર્થ? કાલસર્પ દોષથી લઇન મૃત્યુ યોગ સુધી, જાણો સર્પ સાથે સંબંધિત દરેક સપનાનો મતલબ

આપણને રાત્રે ઊંઘમાં આવતા સપના આપણા જીવનમાં આવનારી સમસ્યાનો સંકેત આપીને સચેત કરે છે. ઘણી વખત આપણે સપનામાં જાનવર જોવા મળે છે, ક્યારેક અંધારું, વ્યક્તિ કે પછી અજીબ ચીજો આવે છે. આપણને આવતા સપના પાછળ એક ઊંડો અર્થ જોડાયેલો હોય છે. ત્યારે અમે દર સોમવારે તમારા માટે સપના સાથે જોડાયેલા રહસ્યોના ખુલાસા કરીશું.

સામાન્ય રીતે દરેક વ્યક્તિને રાત્રે ઊંઘમાં સ્વપ્ન આવતા હોય છે. રાત્રે સૂતી વખતે આવતા સપના માત્ર તમારા સબ-કોન્શિયસ માઈન્ડમાં બંધ ચીજો નથી, પરંતુ સ્વપ્નશાસ્ત્રની માનવામાં આવે તો આપણને રાત્રે ઊંઘમાં આવતા સપના આપણા જીવનમાં આવનારી સમસ્યાનો સંકેત આપીને સચેત કરે છે. ઘણી વખત આપણે સપનામાં જાનવર જોવા મળે છે, ક્યારેક અંધારું, વ્યક્તિ કે પછી અજીબ ચીજો આવે છે. આપણને આવતા સપના પાછળ એક ઊંડો અર્થ જોડાયેલો હોય છે. ત્યારે અમે દર સોમવારે તમારા માટે સપના સાથે જોડાયેલા રહસ્યોના ખુલાસા કરીશું. ઘણા લોકોને સપનામાં સાપ આવે છે, જે ખૂબ ડરાવનારું હોઈ શકે છે. અહીં જ્યોતિષી વાસ્તુ વિશેષજ્ઞ અને દસ મહાવિદ્યા ગુરુ મૃગેન્દ્ર ચૌધરી સપનામાં અલગ-અલગ અવસ્થામાં સાપ દેખાવાનો અર્થ સમજાવી રહ્યા છે.

મૃગેન્દ્ર ચૌધરી જણાવે છે કે, સાપ કોઈપણ વ્યક્તિના જીવનમાં ગ્રહોમાં શનિ, રાહુ, કેતુ ગ્રહની સાથે સાથે કાલસર્પ દોષ, પિતૃ દોષ, પ્રેત દોષ, નાગ દોષ દર્શાવે છે. તેમજ કોઈ વ્યક્તિના જીવનમાં સાપ તેના શત્રુને યતેના વિરુદ્ધ યોજના બનાવનારને કે તંત્ર ક્રિયાઓનું પણ દર્શન છે. સાપનો સંબંધ ભગવાન વિષ્ણુ અને ભગવાન શંકર ઉપરાંત કેટલાક નાગ દેવતા સાથે પણ રહેલો છે. જે વ્યક્તિઓના જન્માક્ષરમાં શનિ-રાહુ-કેતુ પીડિત હોય છે, તેવા વ્યક્તિઓને સાપ સાથે સંબંધિત સપના આવે છે.

સપનામાં સાપ દેખાવાનો અર્થ

1. ઘરમાં સંતાયેલો સાપ

જો તમને સપનામાં તમારા ઘરમાં સંતાયેલો કાળો સાપ જોવા મળે, તો તમારા જીવનમાં કોઈ એવું વ્યક્તિ છે જે ઉપરથી તમારો મિત્ર લાગે છે, જે તમારી આસપાસ જ રહે છે અને તમારા જીવનમાં તેમનો હસ્તક્ષેપ પણ છે. પરંતુ હકીકતમાં તે સંતાયેલો સાપ છે. તેને જ્યારે પણ તક મળશે, તે તમને નુક્શાન પહોંચાડશે. જેથી તમારે સાવધાન રહેવું જોઈએ.

2. સાપનો રંગ કહેશે નુક્શાન

જો તમારા ઘરમાં સાપ આવી ગયો છે અને તમે તેને શોધીને મારી નાંખો છો, તો તમે તમારા છુપા શત્રુનો વિનાશ કરી રહ્યા છો. જો સાપ તમને કરડી જાય, તો તમારો છૂપો શત્રુ તમને જરૂરથી નુક્શાન પહોંચાડશે. આ ધનનું નુક્શાન, સ્વાસ્થ્યનું નુક્શાન કે બિઝનેસમાં નુક્શાન પણ હોઈ શકે છે. કાળા રંગનો સાપ તમારા જીવનમાં અને સ્વાસ્થ્ય પર સંકટ લાવશે. તેમજ તમને ભૂરા રંગનો સાપ જોવા મળે, તો તમારી પ્રતિષ્ઠા દાવ પર લાગી શકે છે. જો લીલા રંગનો સાપ જોવા મળે, તો ધન અથવા વેપારમાં નુક્શાન થઇ શકે છે. જો સફેદ રંગનો સાપ હોય તો તમારી પ્રાણ પ્રતિષ્ઠાએ પર સંકટ હોઈ શકે છે.

3. કાલસર્પ દોષનો સંકેત

જો તમને સપનામાં વારંવાર તમારા શરીર સાપ વીંટળાયેલો જોવા મળે અને ખાસ કરીને તમારી ગાર્ડન પર વીંટાયેલો જોવા મળે, તો તે સંકેત આપે છે કે તમે કાલસર્પ દોષથી પીડિત છો. જો સપનામાં તમને તમારા ઘરની છત પર સાપ જોવા મળે તેનો મતલબ થાય કે જોઈએ તમારા પરિવાર પર તંત્ર મંત્ર અથવા બ્લેક મેજીક કર્યું છે. જો સાપ તમારા ઘણી છત પર ફેણ માંડીને બેઠેલો જોવા મળે તો તમારો શત્રુ તમને દબાવી રહ્યો છે. જ્યા સુધી તમે તેને તમારા જીવનમાંથી બહાર નહીં કાઢો, ત્યાં સુધી તમે સમાજમાં બધા જ ક્ષેત્રોમાં જેમ કે, ધન, વ્યાપાર કે સ્વાસ્થ્યમાં દબાણમાં જ રહેશો.

4. લીલો સાપ આકર્ષે છે પૈસા

જો સપનામાં સાપ તમને અડક્યા વિના નીકળી જાય, તો તેનો મતલબ છે કે તમારી પર કોઈ મોટી મુશ્કેલી આવવાની છે, પરંતુ તમે ત્માંથી બચી જશો. જો તમને ઝાડ પર લીલો સાપ જોવા મળે તો તેનો મતલબ છે કે તમને ઘણું બધું ધન પ્રાપ્ત થશે. સપનામાં લીલો સાપ જોવા મળે તો તે ધનલાભનું પ્રતીક હોય છે. જો તમને સાપ કરડવા લાગે અને તમે તેને પકડીને તેનું વિષ તોડી દો છો, તો તેનો મતલબ છે કે તમે તમારા શત્રુને હરાવી દેશો. જો તમને ઝાડ પર લીલો સાપ જોવા મળે તો તેનો અર્થ એ થાય કે તમને ઘણા પૈસા મળશે.સપનામાં લીલો સાપ જોવા મળે તે આર્થિક લાભનું પ્રતીક છે.

5. જો સપનામાં તમારા શરીર ઉપરથી સાપ પસાર થાય તો સમજવું કે તમારા પર કોઈ મોટી આફત આવી છે, પરંતુ ભગવાનની કૃપાથી તમે બચી ગયા છો. જેથી તમારે ઇષ્ટ દેવનો આભાર માનવો જોઈએ અને તેમને ભોગ લગાવવો જોઈએ. જો તમારા ઇષ્ટ દેવ ગણેશજી છે, તો તમારે તેમને મોદક અર્પણ કરવા જોઈએ, જો ભોલેનાથ હોય તો તેમને દૂધ, ચોખા, ભાંગ અને ધતુરાનો ભોગ લગાવવો જોઈએ. જો ઇષ્ટ દેવ ભગવાન વિષ્ણુ હોય તો તેમને તુલસી અને ચણાના લોટના લાડુનો ભોગ લગાવો.

6. જો તમારા શરીરને લપેટાયેલા સાપને તમે કાઢીને ફેંકી દો છો, તો તેનો અર્થ થાય કે તમે કાલસર્પ દોષથી મુક્ત થઈ ગયા છો. હવે તમે કોઈ બંધનમાં નથી. જો તમને સફેદ સાપ દૂધ પીતો જોવા મળે, તો તેનો અર્થ એ છે કે તમે તમારા દુશ્મનને હરાવીને તમે ઘણા પૈસા મેળવશો. તમને કોર્ટ કેસમાં સફળતા મળવાની છે. તેમજ વેપારમાં તમારા પ્રતિનિધિઓ તમારાથી હારી જશે. જો તમે રાજકારણી છો, તો ચૂંટણીમાં તમારી જીત નિશ્ચિત છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us