
બદલાપુરમાં ભીડવાળી ટ્રેનમાં ચઢતી વખતે મહિલા રેલવે ટ્રેક પર પડવાના બનાવ પછી પશ્ચિમ રેલવેમાં ચાલતી લોકલ ટ્રેનમાં ઉતરવા જવાના કિસ્સામાં પોલીસના જવાને મહિલાનો જીવ બચાવી લીધો હતો. જોકે, રેલવે પોલીસની સતર્કતાને કારણે મહિલા પ્રવાસીનો જીવ બચાવી લેવામાં મદદ મળી હોવાનું રેલવેએ જણાવ્યું હતું.
महाराष्ट्र के बोरीवली रेलवे स्टेशन पर एक महिला चलती ट्रेन से उतरते समय असंतुलित होकर गिर पड़ी। वहां मौजूद रेलवे सुरक्षाकर्मी ने तत्परता दिखाते हुए उसे बचा लिया।
— Ministry of Railways (@RailMinIndia) March 9, 2025
कृपया चलती ट्रेन से चढ़ने या उतरने की कोशिश न करें।#MissionJeevanRaksha pic.twitter.com/6R8FALdD0d

પશ્ચિમ રેલવેના બોરીવલી રેલવે સ્ટેશન ખાતે આ બનાવ બન્યો હતો. ચાલતી ટ્રેનમાં ઉતરવા જવાના કિસ્સામાં મહિલાએ સંતુલન ગુમાવ્યું હતું, જે ટ્રેન સાથે પ્લેટફોર્મ પર ઘસડાયા પછી હાજર જવાને મહિલાને તુરંત ખેંચી લીધી હતી. પોલીસની સતર્કતાને કારણે મહિલાને ટ્રેનના ફૂટબોર્ડ અને પ્લેટફોર્મની ગેપ વચ્ચેથી ખેંચી લીધી હતી. જોકે, એક પળનો પણ વિલંબ કર્યો હોત તો મહિલાને જીવ ગુમાવવાની નોબત આવી હોત, એમ રેલવેએ દાવો કર્યો હતો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
