July 27, 2024
11 11 11 AM
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો
વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો
પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો
બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો
Breaking News
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો

વાશી સ્ટેશને છટકુ ગોઠવી સીબીઆઈએ ફૂડ સેફ્ટીના આસિ. ડાયરેક્ટરને સવા લાખની લાંચ લેતાં ઝડપી લીધા

 સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (સીબીઆઇ)એ સોમવારે મુંબઇની પ્રાદેશિક ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એફએસએસએઆઇ) ના આસિસ્ટન્ટ ડિરેકટર સહિત ચાર વ્યક્તિની ભ્રષ્ટાચારના કેસમા ધરપકડ કરી હતી. એક ખાનગી કંપનીના પેન્ડીંગ બિલ ક્લિચર કરવા માટે રૃા.૧.૨૦ લાખની રકમની લાંચ માગવા પ્રકરણે સીબીઆઇએ આ કાર્યવાહી કરી હતી. 

ફૂડ સેફ્ટી અધિકારીની ઓળખ અમોલ જગતાપ તરીકે કરવામાં આવી છે જ્યારે અન્યોમાં એક એનાલિટીકલ લેબના  ડિરેકટર વિકાસ ભારદ્વાજ અને અન્ય અધિકારી હર્ષલ ચોગુલે તેમ જ ગુરૃનાથ દુબુલેનો સમાવેશ થાય છે. આ લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેમને આઠમી  મે સુધીની પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી.

આ સંદર્ભ સીબીઆઇના  સૂત્રોનુસાર આરોપી જગતાપ ફૂડ બિઝનેસ ઓપરેટરો પાસેથી લાંચની રકમની માગણી કરવામાં  અને સ્વીકારવાના ગેરકાયદે કામ અને ભ્રષ્ટાચારમાં લિપ્ત હતો. જ્યારે લેબના ઉચ્ચાધિકારીઓ એફએસએસએઆઇ દ્વારા મોકલવામાં આવતા વિવિધ ફૂડ સેમ્પલના વિશ્લેષણ અને તેના રિપોર્ટ આપવાનું કામ કરતા હતા.

સીબીઆઇને ફરિયાદ પ્રાપ્ત થતા  વાશી રેલવે સ્ટેશને છટકું મીટિંગ ગોઠવવામાં આવી હતી. અહીં આરોપીઓને સીબીઆઇની ટીમે પકડી પાડયા હતા. ત્યારબાદ આરોપીઓની ઓફિસ અને રહેઠાણ પર છાપા મારી રૃા.૩૭.૩ લાખની રોકડ અને ૪૫ ગ્રામ સોનું અને અમૂક મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા હતા.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us