સોમવારે ગુરુપૂર્ણિમાના અવસરે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી, લેખિની તથા કે. જે. સોમૈયા કલા અને વાણિજ્ય મહાવિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે સોમૈયા મહાવિદ્યાલયમાં આંતર મહાવિદ્યાલયીન શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધામાં એસ. ટી. મેહતા, એન. એમ., મીઠીબાઈ, એસએનડીટી, મુંબઈ યુનિવર્સિટી, સોમૈયા વિદ્યાપીઠ, એસ. કે. સોમૈયા મહાવિદ્યાલય, કેઈએસ કૉલેજ, કેલકર કૉલેજ, બી.એસ.જી.ડી. જુનિયર કૉલેજ સહિતની વિવિધ મહાવિદ્યાલયોના વિદ્યાર્થીઓએ સારી એવી સંખ્યામાં સહભાગ લઈ અનેકવિધ વિષયો પર વક્તવ્ય આપ્યું હતું.

સમગ્ર કાર્યક્રમમાં પત્રકાર તથા સાહિત્યપ્રેમી તરુબેન કજારિયા તેમ જ નાટ્ય રંગકર્મી તથા સાહિત્યપ્રેમી મીનળબેન પટેલ બંનેએ નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી. સ્પર્ધાને અંતે કે જે. સોમૈયા કલા અને વાણિજ્ય મહાવિદ્યાલયના વિદ્યાર્થી દેવ શાહને પ્રથમ ઈનામ, સોમૈયા ધર્મા સ્ટડીઝની વિદ્યાર્થિની ત્રિશા નંદાને દ્વિતીય ઈનામ તો મુલુન્ડની કેલકર કૉલેજની વિદ્યાર્થિની જીનલ કોઠારીને પ્રથમ ઈનામ જાહેર કરાયું હતું.

ઈનામોમાં પ્રથમ ત્રણ પુરસ્કારકર્તાઓને અનુક્રમે 3000, 2000 તથા 1000ની રોકડ ભેટ તથા ટ્રોફીથી સન્માનિત કરાયાં હતાં તેમ જ સ્પર્ધકે વક્તૃત્વ દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું અને પોતાનામાં રહેલા ગુણોને કઈ રીતે ખીલવવા તે બાબતે બંને નિર્ણાયકોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. ઈનામ વિતરણ દરમ્યાન મહાવિદ્યાલયનાં પ્રભારી પ્રાચાર્યા ડૉ. વીણા સાનેકરે ઉપસ્થિત રહી સૌને શુભેચ્છા સંદેશ પાઠવી સૌના ઉત્સાહમાં વધારો કર્યો હતો.

સ્પર્ધાને સફળ બનાવવા યોગદાન
આ સ્પર્ધાને સફળ બનાવવામાં મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીની ટીમ તથા મા. કાર્યાધ્યક્ષ સ્નેહલ મુઝુમદાર અને સહનિર્દેશન સહસ્ય સચિન નિંબાલકર તેમજ લેખિનીવીમ પ્રમુખ ડૉ. પ્રીતિબેન જરીવાલા તથા તેમની ટીમ અને કે. જે. સોમૈયા કલા અને વાણિજ્ય મહાવિદ્યાલયના ગુજરાતી વિભાગ પ્રમુખ ડૉ. હિતેશ પંડ્યા તથા સહ અધ્યાપકો ડૉ. પ્રીતિબેન દવે અને સાગર ચોટલિયાએ સારી જહેમત ઉઠાવી હતી. સ્પર્ધાને અંતે સૌ સ્પર્ધકો, નિર્ણાયક તથા મહેમાનશ્રીઓ અલ્પાહાર સાથે છૂટા પડ્યાં હતાં.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us