તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) શો ઘણા વર્ષોથી કરોડો લોકોનું મનોરંજન કરતો આવ્યો છે. પણ થોડા સમયથી આ શો સતત વિવાદોમાં રહ્યો છે. આ શોમાં રોશન સોઢ્ઢીનું પાત્ર ભજવતાજેનિફર મિસ્ત્રી (Jennifer Mistry) એ અસિત કુમાર (Asit Kumar Modi) મોદી પર જાતીય સતામણીના આરોપ લગાવ્યા છે. જે અંગે મંદાર ચંદવાડકર (ભીડે)એ રિએક્શન આપ્યું છે.
મંદાર ચંદવાડકર જણાવે છે કે, આ બાબતે મને કોઈ જાણકારી નથી. તેણે આવું શા માટે કર્યું તે અંગે હું ખુદ વિચારી રહ્યો છું.
જેનિફર મિસ્ત્રીએ TMKOCના સેટને ‘પુરુષ પ્રધાન’ હોવાનું કહ્યું હતું અને મંદાર ચંદવાડકરે આ નિવેદનને નકારી દીધું છે. મંદાર ચંદવાડકરે જેનિફર મિસ્ત્રીના આરોપને નકારતા કહ્યું છે કે, આ કોઈ પુરુષ પ્રધાન જગ્યા નથી. આ સેટ પરનું વાતાવરણ ખૂબ જ સારું છે, જો વાતાવરણ સારું ના હોત તો શો આટલો લાંબો સમય સુધી ચાલી ના શક્યો હોત.
અહીં ઉલ્લેખનીય છે કે, તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં જેનિફર મિસ્ત્રી Mrs. રોશન સોઢ્ઢીનું પાત્ર ભજવી રહી છે અને તેણે અસિત મોદી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. આ ટીવી એક્ટ્રેસે કામના સ્થળ પર જાતીય સતામણી કરવા બદલ અસિત મોદી, પ્રોજેક્ટ હેડ સોહેલ રમાની અને કાર્યકારી નિર્માતા જિતન બજાજ સામે ફરિયાદ નોંધાવી છે.
જેનિફર મિસ્ત્રીએ ખુલાસો કર્યો છે કે, તેણે આ શો છોડી દીધો છે. અગાઉ અસિત મોદીએ મારી સાથે આ પ્રકારે કર્યું હતું. કામ હાથમાંથી જતુ ના રહે તે ડરથી મેં અસિત મોદીની વાતોને ધ્યાનમાં લીધી ના હતી. હવે બહું વધારે થઈ રહ્યું છે અને હવે હું સહન નહીં કરું.’ પ્રેગનેન્સી દરમિયાન પણ કાઢી મુકવાનો આરોપ મુક્યો છે અને જણાવ્યું છે કે, તે સતત માનસિક અને જાતીય સતામણીનો સામનો કરી રહી છે.
જેનિફર મિસ્ત્રીએ લગાવેલ આરોપ પર અસિત મોદીએ રિએક્શન આપ્યું છે. અસિત મોદીએ આ તમામ આરોપોને નકારી દીધા છે અને કહ્યું છે કે, તેની સામે કાયદાકીય કાર્યવાહી કરશે. મને અને શોને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. તેમને કામ આપવામાં ના આવતા મારા પર આરોપો મુકી રહી છે.
આ ટીવી શોની ડાયરેક્શન ટીમ હર્ષદ જોશી, ઋષિ દવે અને અરમાને દાવો કર્યો છે કે, જેનિફર તેના કામ પર ધ્યાન આપી રહી નહોતી. જેનિફર મિસ્ત્રીએ સોહિલ રમાની અને જતિન બજાજ પર પણ આરોપો મુક્યા છે, જે બાબતે સોહિલ રમાની અને જતિન બજાજે પ્રતિક્રિયા આપી છે. તેઓ જણાવે છે કે, જેનિફર મિસ્ત્રીના ખરાબ વર્તન અને ડિસીપ્લીન ના જાળવતા તેમનો કોન્ટ્રાક્ટ કેન્સલ કરી દેવામાં આવ્યો હતો.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w