September 19, 2024
11 11 11 AM
3367 сайтов онлайн казино
Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры
પ્રાર્થનાસભા – મરણનોંધ
કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી
પ્રાર્થનાસભા – મરણનોંધ
થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ
છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા
24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ
અવસાન નોંધ
હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન
Breaking News
3367 сайтов онлайн казино Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры પ્રાર્થનાસભા – મરણનોંધ કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી પ્રાર્થનાસભા – મરણનોંધ થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા 24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ અવસાન નોંધ હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન

વિદ્યાર્થીઓના અગિયારમા ધોરણના પ્રવેશ માટે ટાઈમટેબલ જાહેર કરાયા

રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મંડળના દસમા ધોરણની બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર થયા બાદ અગિયારમા ધોરણ માટે ઓનલાઈન પ્રવેશપ્રક્રિયાનું ટાઈમટેબલ જાહેર કરવામાં આવ્યું છે. અગિયારમા ધોરણની ઓનલાઈન પ્રવેશપ્રક્રિયાની શરૂઆત 8 જૂનથી થશે. દસમા ધોરણના બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થયા બાદ હવે અગિયારમા ધોરણ માટે પ્રવેશપ્રક્રિયા શરૂ થઈ રહી છે. આ પહેલાં અગિયારમા ધોરણમાં ઓનલાઈન પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ ઓનલાઈન પ્રવેશ અરજીનો એક ભાગ ભર્યો હતો.

હવે દસમા ધોરણનું પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓએ ઓનલાઈન પ્રવેશ અરજીનો ભાગ બે ભરવાનો છે. 8 જૂનથી વિદ્યાર્થીઓ અગિયારમાં ધોરણમાં ઓનલાઈન પ્રવેશ માટે કોલેજનો પસંદગી ક્રમ ભરી શકશે. 19 જૂનના અગિયારમા ધોરણમાં પ્રવેશ માટેનું પ્રથમ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. મુંબઈ મહાનગર ક્ષેત્ર તેમ જ પુણે, પિંપરી ચિચંવડ, નાશિક, અમરાવતી, નાગપુર મહાપાલિકા ક્ષેત્ર માટે વિદ્યાર્થીઓએ આ ઓનલાઇન પ્રવેશપ્રક્રિયામાં સહભાગી થવું જરૂરી છે. મુંબઈ વિભાગમાં અત્યાર સુધી અરજીનો એક ભાગ ભરીને 1 લાખ 15 હજાર વિદ્યાર્થીઓએ અગિયારમા ધોરણમાં ઓનલાઈન પ્રવેશ માટે નોંધણી કરી છે. વિદ્યાર્થીઓએ 8 થી 12 જૂન રાતના 10 વાગ્યા સુધી નિયમિત પહેલી ફેરી માટે પસંદગી ક્રમ નોંધાવવાનો રહેશે.

પ્રવેશ માટે પસંદગી ક્રમ નોંધાવવો એટલે નિયમિત ફેરી-1 માટે પસંદગી અરજી ભાગ 2 ઓનલાઈન રજૂ કરવો. વિદ્યાર્થીઓ ભાગ 2માં ઓછામાં ઓછા એક અને વધુમાં વધુ 10 પસંદગી ક્રમ નોંધાવી શકશે. વિદ્યાર્થીઓનો ડેટા પ્રોસેસિંગ પછી ભાગ 2માં તેમની પસંદગી અનુસાર પ્રવેશ માટે કોલેજ મળશે કે એલોટમેંટ કરવામાં આવશે. વિદ્યાર્થીઓએ નિયત મુદત પહેલાં તેમના ફોર્મ ભરીને ભાગ 2 લોક કરવો. 12 જૂનના પ્રવેશ અરજી ભાગ એક ભરવો, માર્ગદર્શન કેન્દ્ર તરફથી અરજી પ્રમાણિત કરાવવી. 13 જૂનના હંગામી પ્રથમ મેરિટ લિસ્ટ જાહેર કરવું.

13 થી 15 જૂન દરમિયાન વિદ્યાર્થીઓની માહિતીમાં ભૂલ હોય તો એના સુધારા સંદર્ભે મેરિટ લિસ્ટમાં વાંધો નોંધાવવાનો રહેશે. 15 જૂનના ફાઈનલ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/GjgqLFW72fmFHMBBpYQGdG 

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us