થાણેની એક જાણીતી આંતરરાષ્ટ્રીય શાળાના બસ ક્લીનર દ્વારા આઠ વિદ્યાર્થિની- વિદ્યાર્થીઓનું જાતીય શોષણ કરવાના આરોપોને લઈને શાળા પરિસરની બહાર વિરોધ પ્રદર્શન ગુરુવારે થયું હતું. એ પછી આચાર્ય, મુખ્ય શિક્ષક અને ત્રણ શિક્ષકોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય શાળા મેનેજમેન્ટે લીધો છે. જોકે શુક્રવારે આ મામલે વાલીઓએ કહ્યું કે, હજુ પણ શાળા મેનેજમેન્ટ સામે અમારી નારાજગી છે. તેમનો આરોપ છે કે સીઈઓએ ટર્મિનેશન લેટર પર સહી કરી નથી અને કેટલાક સવાલ હજુ પણ અકબંધ છે. આથી ભવિષ્યમાં અમારી છોકરીઓની સલામતી માટે અમે ઉચ્ચ સ્તર સુધી રજૂઆત કરીશું.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH