
વિરાર પશ્ચિમમાં આવેલા આગાશી નાળામાં ટપાલ ખાતામાં આવેલા આધારકાર્ડ, વીમા પોલીસી, ક્રેડિટ કાર્ડ તેમ જ અન્ય મહત્વના હજારો દસ્તાવેજો ફેંકાયેલા મળ્યા હતા. આ ઘટનાને લીધે નાગરિકોમાં રોષ ફેલાયો હતો. આવું કોણે અને શા માટે કર્યું એની તપાસ શરૂ કરવામાં આવી છે. આધારકાર્ડ અને અન્ય દસ્તાવેજોનું વિતરણ એક ખાનગી કુરિયર કંપની અથવા ટપાલ ખાતાં દ્વારા કરવામાં આવતું હોય છે. જો કે અર્નાળા પરિસરમાં નાળામાં હજારો દસ્તાવેજો ફેંકેલા મળ્યા હતા. એમાં મોટા પ્રમાણમાં એલઆઈસીના દસ્તાવેજ, બેંકના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ, તેમ જ અનેકના નોકરી માટે ઈન્ટરવ્યૂ લેટરનો સમાવેશ છે.
આ પરિસરમાં લઘુશંકા કરવા આવેલા એક સામાજિક કાર્યકર્તાએ આ દસ્તાવેજો નાળામાં ફેંકાયેલા જોયા હતા. નાળાની બાજુએ અને પાણીમાં પડેલા દસ્તાવેજો અનેક ઠેકાણે ખરાબ થયેલા છે. આ દસ્તાવેજો તાબામાં લઈને સંબંધિત વ્યક્તિઓને પહોંચાડવાના બદલે નાળામાં ફેંકી દેવામાં આવ્યા હતા. આ પ્રકરણે અર્નાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ટપાલ ખાતાની ટપાલ વિતરણની એક પદ્ધતિ નક્કી કરેલી હોય છે. મુખ્ય ટપાલ કાર્યાલયમાંથી ઉપટપાલ કાર્યાલયમાં વિતરણ માટે પત્રો જાય છે.
ત્યાંથી પોસ્ટમેન એ સંબંધિત વ્યક્તિઓને પહોંચાડે છે. ટપાલ કાર્યાલયના ક્ષેત્રનો વિસ્તાર અને લોકસંખ્યા પ્રમાણે એના વિભાગ પાડેલા હોય છે. ચોક્કસ વિભાગમાં ચોક્કસ ટપાલી પત્રો અને અન્ય દસ્તાવેજોનું વિતરણ કરે છે.

અર્નાળા ટપાલ કાર્યાલયમાં આ પત્રો ગયા હોય એવી શક્યતા છે. આ વિભાગ અર્નાળા ટપાલ કાર્યાલયના ક્ષેત્રમાં આવે છે. એ વિતરણ માટે પોસ્ટમેનને આપ્યા હતા કે નહીં, આપ્યા હોય તો સંબંધિત પોસ્ટમેન કોણ છે, એણે દસ્તાવેજો શા માટે પહોંચાડ્યા નહીં જેવા પ્રશ્ન આ નિમિત્તે ઉપસ્થિત થયા છે. આધારકાર્ડ અનેક દસ્તાવેજોનું મૂળ અને ઓળખનો મહત્વનો દસ્તાવેજ છે. આમ છતાં આ મહત્વના દસ્તાવેજ સંબંધિતોને વિતરણ કરવા પહેલાં જ એનો નાશ કરવાની ગંભીર ઘટના બની છે. આ પ્રકરણે સંબંધિત આરોપી પર કાર્યવાહી કરવાની જરૂર છે.
આટલા મહત્વના દસ્તાવેજોનું વિતરણ ન કરતા એનો નાશ કરીને અનેક જીવન સાથે રમત કરવામાં આવી છે. નાળાના કિનારે મળી આવેલા દસ્તાવેજોમાં અનેક જણને મોકલેલા નોકરીના ઈન્ટરવ્યૂના પત્ર છે. આ પત્ર સમયસર મળ્યા હોત તો નોકરીનું સ્વપ્ન પૂરું થયું હોત. પણ આ પત્ર સંબંધિતને ન પહોંચાડતા તેમના ભવિષ્ય સાથે રમત કરવામાં આવી છે. એ સાથે જ અનેક જણને આર્થિક વ્યવહાર કરવા માટે બેંકે મોકલેલા ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પણ છે. અનેક લોકોએ પોતાના સુરક્ષિત ભવિષ્યની જોગવાઈ માટે વીમાની પોલિસી લીધી હતી. વીમાના સર્ટિફિકેટ અને એના દસ્તાવેજો પણ નાળામાંથી મળી આવ્યા છે. જે કોઈએ નાગરિકોની ભાવના સાથે આ ગંદી રમત કરી છે એના પર કઠોર કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
