
થાણેમાં નૌપાડાની હદમાં 17 ડિસેમ્બરની મધરાત્રે મેસર્સ વામન શંકર મરાઠે જ્વેલર્સની દુકાનનાં તાળાં તોડીને રૂ. 28.77 લાખના સોનાના દાગીના ચોરીને ભાગી ગયેલા ઘરફોડુઓને 72 કલાકમાં પોલીસે સુરતથી ઝડપી લીધા છે.આરોપીમાં લીલારામ ઉર્ફે લિલેશ માલારામ મેઘવાલ (29), ચુન્નીલાલ ઉર્ફે સુમત શંકરવલાલ પ્રજાપતિ (35), જૈસારામ ઉર્ફે જેડી દેવારામ કલબી (32), દોનારામ ઉર્ફે દિલીપ માલારામ પરાડિયા (24), નાગજીરામ પ્રતાપજી મેઘવાલ (29)નો સમાવેશ થાય છે.
આરોપીઓને સુરતમાંથી ઝડપી લેવાયા છે.આરોપીઓ મૂળ રાજસ્થાનના અલગ અલગ જિલ્લાના રહેવાસી છે, પરંતુ ગુજરાતમાં સુરતમાં હાલમાં વસવાટ કરતા હતા અને રાત્રે ગુજરાત અને મુંબઈમાં ઘરફોડી કરતા હતા. આરોપીઓ અનુક્રમે આઈસક્રીમ પાર્લર, મિસ્ત્રીકામ, પ્લમ્બર અને ઈલેક્ટ્રિશિયન, ડાયમંડ માર્કેટ, દુકાનમાં કામ કરતા હતા.

આરોપીઓનો રેકોર્ડ તપાસતાં લીલારામ અને ચુન્નીલાલ વિરુદ્ધ અગાઉ સુરતના કપોદરા, રાજસ્થાનના જસવંતપુરામાં પણ ઘરફોડીના ગુના દાખલ છે, એમ પોલીસે જણાવ્યું હતું. આરોપીઓને ઘટના બાદ 72 કલાકમાં ઝડપી લેવાયા હતા. તેમની પાસેથી 483 ગ્રામ સોનાના દાગીના, સાડાપાંચ કિલો ચાંદીના સિક્કા, વાસણો અને દાગીના, ઈમિટેશન જ્વેલરી, મોબાઈલ અને અન્ય વસ્તુઓ મળીને રૂ. 29.15 લાખનો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
