મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ મેટ્રો-પાંચના કોરિડોરના બીજા તબક્કાના નિર્માણ માટેના પ્લાનમાં ફેરફાર કર્યો છે. બીજા તબક્કાનું બાંધકામ હવે બંને તબક્કાના બદલે એક સાથે કરવામાં આવશે.

અગાઉ કોરિડોરના અંડરગ્રાઉન્ડ રૂટ અને એલિવેટેડ રૂટને અલગથી બનાવવાની યોજના બનાવી હતી. પરંતુ થોડા દિવસ પહેલા જ અંડરગ્રાઉન્ડ માટે સરકાર તરફથી લીલી ઝંડી આપતા પ્રશાસન દ્વારા તેના પ્લાનમાં ફેરફાર કર્યો છે. અંડરગ્રાઉન્ડ કોરિડોર અને એલિવેટેડ કોરિડોર તૈયાર કરવા માટે અલગ-અલગ ટેન્ડરને બદલે ટૂંક સમયમાં જ બાંધકામ શરૂ કરવા માટે એક જ ટેન્ડર બહાર પાડવામાં આવશે. આનાથી સમયની બચતની સાથે ઝડપથી કામ કરવું શક્ય બનશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

સ્થાનિક લોકોના વિરોધને કારણે છેલ્લા ચાર વર્ષથી ભિવંડી અને કલ્યાણ વચ્ચે મેટ્રો રૂટ તૈયાર કરવાનું કામ અટકેલું હતું. વિરોધને કારણે, વિવાદિત માર્ગને પડતો મૂકીને MMRDAએ બાકીના માર્ગ પર બાંધકામ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. હાલમાં થાણે-ભિવંડી-કલ્યાણ વચ્ચે મેટ્રો-5 કોરિડોર તૈયાર કરવામાં આવી રહ્યો છે. થાણે અને ભિવંડી વચ્ચેનો મેટ્રો રૂટ 70 ટકા સુધી પૂર્ણ થઈ ગયો છે, જ્યારે ભિવંડી અને કલ્યાણ વચ્ચે હજુ કામ શરૂ થયું નથી.

અહીંયા સ્થાનિક લોકોના વિરોધને ધ્યાનમાં રાખીને MMRDAએ સમગ્ર 24.9 કિમીના એલિવેટેડ રૂટમાંથી લગભગ 3 કિમી અંડરગ્રાઉન્ડ બનાવવાનો નિર્ણય લીધો હતો. એમએમઆરડીએ દ્વારા અંડરગ્રાઉન્ડ તૈયાર કરવાની દરખાસ્ત સરકારને મંજૂરી માટે મોકલવામાં આવી હતી. થોડા દિવસો પહેલા સરકારે MMRDAના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સાથે જ સરકારની મંજૂરી બાદ ઓથોરિટીએ પણ ટૂંક સમયમાં બાંધકામ શરૂ કરવાની તૈયારીઓને વેગ મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે મેટ્રો-પાંચ કોરિડોરમાં થાણે-ભિવંડી-કલ્યાણ 24.9 કિલોમીટરના રુટમાં પંદર સ્ટેશન પ્રસ્તાવિત છે, જેને 2017માં મંજૂરી મળી હતી. પહેલા ફેઝની 2022 અને બીજા ફેઝની ઓક્ટોબર, 2024ની ડેડલાઈન હતી. પ્રસ્તાવિત કોરિડોરનો કુલ 8,416 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Dlp5GlYBsz4I3eX56yFiSM

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us