મુલુંડ ઈસ્ટમાં રહેતા એક પરિવારે નોકરાણી વિરુદ્ધ ચોરીનો કેસ નોંધાવ્યો છે. પરિવારનો આરોપ છે કે નોકરાણીઓએ કબાટમાંથી સાડા યુએસ ડોલરની ચોરી કરી હતી. આ અંગે નવઘર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

ચોરીની ઘટના મુલુંડ પૂર્વમાં એક આલીશાન રહેણાંક મકાનમાં રહેતા રહાટે પરિવારના ઘરમાં બની છે. રહાટે પરિવારનો આરોપ છે કે ઘરમાં કોઈ નહોતું, ત્યારે ચોરી થઈ હતી. બહારના લોકો ઘરમાં પ્રવેશી શકતા ન હોવાથી તેમને શંકા છે કે ઘરમાં કામ કરતા કોઈ વ્યક્તિએ ચોરી કરી હશે. આ અંગે પરિવારે નવઘર પોલીસ સ્ટેશનમાં તેની ત્રણ નોકરાણીઓ વિરુદ્ધ નિવેદન આપ્યું છે. રહાટે દંપતી વરિષ્ઠ નાગરિક છે. તેઓ વિવિધ સંસ્થાઓમાંથી નિવૃત્ત થયા છે. આ સાથે તેમના પુત્ર અને પુત્રવધૂ પણ સારા હોદ્દા પર કાર્યરત છે. તે વિદેશમાં આવતાં-જતાં રહે છે, આ કારણથી તેમણે પોતાના ઘરની તિજોરીમાં યુએસ ડોલર રાખ્યા હતા. પરંતુ આ દંપતી કોઈ કામ અંગે થોડા દિવસો માટે બહારગામ ગયું હતું.

થોડા દિવસો પછી જ્યારે તે પાછા ફર્યા, ત્યારે તેમને ઘરના કબાટમાં ડોલરનું પેકેટ મળ્યું ન હતું. તો તેમણે આ સંદર્ભમાં ઘરમાં કામ કરતી નોકરાણીઓને પણ પૂછ્યું કારણ કે ઘરમાં કામ કરવા આવતી નોકરાણીઓ ત્રણ શિફ્ટમાં કામ કરે છે. આ ત્રણેયને પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ નહીં મળતાં, તેઓએ નવઘર પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાવ્યો હતો. આ ડોલરની કિંમત ચાર લાખ ૯૪ હજાર છે. દરમિયાન નવઘર પોલીસે આ અંગે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w 

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us