મહારાષ્ટ્રમાં શિવસેનાના ચૂંટણી ચિન્હ પર નિર્ણય લેતા ચૂંટણી પંચે આ વર્ષની શરૂઆતમાં જ ધનુષ અને તીરનું ચિન્હ શિંદે જૂથને સોંપી દીધુ હતું. પરંતુ હાથથી ચૂંટણી ચિન્હ જવાનું દુખ ઉદ્ધવ ઠાકરેના દિલમાં હજુ પણ છે. ચૂંટણી ચિન્હ ધનુષ અને તીર અંગે એકવાર ફરીથી શિંદે અને ઠાકરે જૂથ આમને સામને આવી ગયા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર ચૂંટણી ચિન્હને લઈને આપેલા નિવેદન પર પલટવાર કર્યો અને કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે અસલ શિવસેના કોની છે તે પાકિસ્તાનના પ્રમાણપત્રથી નક્કી થશે.
વાત જાણે એમ છે કે રવિવારે મહારાષ્ટ્રના જલગાંવમાં એક કાર્યક્રમ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે તેમને લોકો પાસેથી મળી રહેલા સમર્થનને જોઈને પાકિસ્તાન પણ જણાવી દેશે કે અસલ શિવસેના કોની છે. પણ ચૂંટણી પંચ એવું કરી શકે નહીં કારણ કે તે ‘મોતિયા’થી પીડિત છે. ઠાકરેના આ નિવેદન પર પલટવાર કરતા એકનાથ શિંદેએ કહ્યું કે જળગાંવમાં કોઈએ કહ્યું કે પાકિસ્તાનને પણ ખબર પડી જશે કે અસલી શિવસેના કોની છે. આ દુર્ભાગ્યપૂર્ણ અને દુખદ છે કે શિવસેના કોની છે તે નક્કી કરવા માટે પાકિસ્તાનના પ્રમાણપત્રની જરૂર છે.
ઉદ્ધ ઠાકરેએ એકનાથ શિંદે અને તેની સાથે શિવસેનાથી અલગ થનારા વિધાયકો પર નિશાન સાધતા કહ્યું કે જનતા એ સુનિશ્ચિત કરશે કે ગદ્દાર રાજનીતિક રીતે ખતમ થઈ જાય. હકીકતમાં આ એ જ વિધાયકો હતા જેમના કારણે જૂન 2022માં મહા વિકાસ આઘાડી (એમવીએ) ગઠબંધનવાળી સરકાર પડી ગઈ હતી.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w