
મુંબઈ મહાપાલિકા તરફથી પૂર્વ ઉપનગરોમાં મુલુંડ ખાતે ટૂંક સમયમાં એક પક્ષી ઉદ્યાન (બર્ડ સેન્ક્ચુરી) ઊભું કરવામાં આવશે. આગામી એક વર્ષમાં આ કામને ઝડપ મળે એવી શક્યતા છે. વિવિધ પ્રકારના પક્ષીઓના સમાવેશવાળું આ ઉદ્યાન તૈયાર થશે ત્યારે પૂર્વ ઉપનગરોના નાગરિકોને મનોરંજન માટે વધુ એક નવું ઠેકાણે મળશે.
મુલુંડ પશ્ચિમમાં નાહૂર ગામ પરિસરમાં સીટીએસ ક્રમાંક 706 ભૂખંડ મહાપાલિકાએ ઉદ્યાન અને પાર્કિંગ લોટ માટે આરક્ષિત રાખ્યું છે. આ આરક્ષિત ભૂખંડનો વિકાસ કરવામાં આવશે. અહીં તમામ સુવિધાઓવાળું ઉદ્યાન તૈયાર કરવામાં આવશે. તેમ જ આ ઉદ્યાનમાં પક્ષીગૃહ પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. મુંબઈ મહાપાલિકાએ આ કામ માટે 2023માં ટેંડર મગાવ્યા હતા. જો કે કેન્દ્રિય પ્રાણીસંગ્રહાલય પ્રાધિકરણ પાસે આ કામ માટે પ્રયત્ન ચાલુ હતા. આગામી એક વર્ષમાં પક્ષીગૃહના કામમાં ઝડપ આવશે એવી માહિતી અતિરિક્ત આયુક્ત અમિત સૈનીએ આપી હતી. આ પક્ષીગૃહમાં તમામ પ્રકારના પક્ષીઓ હશે. ભાયખલાના રાણીબાગના પક્ષીગૃહ પ્રમાણે જ મુલુંડનું પક્ષીગૃહ હશે. મુલુંડ ખાતે પ્રસ્તાવિત પક્ષી ઉદ્યાનમાં 18 દુર્લભ પ્રજાતિ સહિત 206 પ્રજાતિના પક્ષીઓ જોવા મળશે. મુંબઈ મહાપાલિકાની યોજના અનુસાર મુલુંડ પક્ષી ઉદ્યાન ભાયખલાના રાણીબાગનું ઉપકેન્દ્ર હશે. એનો એરિયા 17 હજાર 958 સ્કવેર મીટર છે.

પક્ષીગૃહ માટે 10 હજાર 859 સ્કવેર મીટર અને રમતગમત માટે 3 હજાર 728 સ્કવેર મીટર એરિયા આ ઉદ્યાનમાં આરક્ષિત હશે. પક્ષી ઉદ્યાનમાં કુદરતી નિવાસસ્થાન હશે. પક્ષીઓને તેમના કુદરતી આવાસમાં રહેવા મળતા તેમનો ઉછેર કુદરતી રીતે થવામાં મદદ થશે એવી માહિતી અધિકારીએ આપી હતી. પક્ષી ઉદ્યાનના લીધે મુલુંડના નાગરિકોને મનોરંજનનું એક મોટું ઠેકાણું ઉપલબ્ધ થશે.
પક્ષીપ્રેમીઓ માટે એક જલસો હશે. પક્ષી ઉદ્યાન માટે હંગામી પરવાનગી મળી છે પણ હજી કેટલીક બાબતોની પૂર્તિ કરવાનું બાકી છે. આ વર્ષે અમે આ પ્રકલ્પના કામને ઝડપી બનાવશું એમ સૈનીએ ઉમેર્યું હતું.

ચાર વિભાગમાં પક્ષીઓ
આ પક્ષી ઉદ્યાનમાં એશિયાઈ, આફ્રિકન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા એમ ચાર વિભાગમાં પક્ષીઓ હશે. દરેક પક્ષીની પ્રજાતિનું નિવાસસ્થાન ઊભું કરવામાં આવશે. રેડ બ્રેસ્ટેડ પેરાકિટ, બ્લોસમ હેડેડ પેરાકિટ, વાઈટ પિકોક, મલબાર ગ્રે હોર્નબિલ, બ્લેક હંસ, બ્લેક મુનિયા, કોકાટુ ગાલાહ, ઓસ્ટ્રિચ, સ્કોલેટ જેવી સમય સાથે દુર્લભ થયેલા 18 પ્રજાતિના પક્ષીઓ સહિત કુલ 206 પ્રકારના પક્ષીઓ અહીં જોવા મળશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
