
કચ્છના લખપત તાલુકાના દયાપર મધ્યેના વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામમાં આશાપુરા માતાજીના સ્થાનક માતાના મઢ અને ભુજના કોટ અંદર આવેલા ઐતિહાસિક આશાપુરા મંદિર ખાતે દર વર્ષે ઊજવાતા ચૈત્રી નવરાત્રી પર્વની પારંપરિક ઉજવણી ઘટસ્થાપનની ધાર્મિક વિધિ બાદ શરૂ થઈ છે. આગામી ૨૯ માર્ચના રાત્રે ૯ કલાકે પવિત્ર ઘટસ્થાપન વિધિ સંપન્ન થયા બાદ ૩૦ માર્ચે ચૈત્ર સુદ એકમથી નવરાત્રી પર્વનો આરંભ થશે. ૨ એપ્રિલે સવારે ૯ વાગ્યે જનોઈ ધારણ વિધિ યોજાશે. ૪ એપ્રિલે રાત્રે ૯ઃ૩૦ વાગ્યે ગાદી પૂજન, ૯:૪૫ કલાકે જગદંબા પૂજન અને ૧૦ વાગ્યે હોમ હવન શરૂ થશે. મઢ જાગીર અધ્યક્ષના હસ્તે મધ્યરાત્રીના ૧:૩૦ વાગ્યે શ્રીફળ હોમ સાથે આદ્યશક્તિની આરાધનાના મહાપર્વનું સમાપન થશે.

કચ્છધરાનાં કુળદેવી મા આશાપુરા માતાજીના સ્થાનક માતાના મઢ ખાતે ઊજવાતાં આ ચૈત્રી નવરાત્રી પર્વની -જવણી પણ હર્ષોલ્લાસથી કરવામાં આવે છે અને આ વખતે નવરાત્રીના પર્વની ઉજવણી દરમ્યાન સૌરાષ્ટ્ર-કચ્છમાં પડી રહેલી ભીષણ ગરમીના કારણે રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાના ચુસ્ત પાલનનું ધ્યાન રાખવામાં આવશે

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
