મુંબઈ ઉપનગરીય મુસાફરો માટે આકરા તાપ વચ્ચે સારા સમાચારરૂપે સેન્ટ્રલ રેલવેએ 1 મે 2026થી 14 નવી એર-કન્ડિશન્ડ (એસી) લોકલ ટ્રેન સેવાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ નવી સેવાઓ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)થી પનવેલ વચ્ચેની હાર્બર લાઇન પર દોડશે અને હાલ ચાલી રહેલી નોન-એસી સેવાઓને બદલશે. ઉનાળાની ગરમીમાં મુસાફરોને વધુ આરામદાયક અને સુવિધાજનક મુસાફરી મળે તે હેતુથી આ પગલું લેવામાં આવ્યું છે.
સેન્ટ્રલ રેલ્વેના આ નિર્ણય સાથે હવે સમગ્ર નેટવર્ક પર એસી લોકલ ટ્રેનોની કુલ સંખ્યા 108 પર પહોંચી જશે. જેમાં હાર્બર લાઇન પર 28 અને મેઇન લાઇન પર 80 એસી સેવાઓનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે હાર્બર લાઇન પર એસી લોકલ ટ્રેન સેવાઓની શરૂઆત 26 જાન્યુઆરી 2026ના કરવામાં આવી હતી અને હવે તેમાં વધુ વધારો કરવામાં આવી રહ્યો છે.

સેન્ટ્રલ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી ડૉ. સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું કે મુસાફરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. 1 મેથી સીએસએમટી-પનવેલ માર્ગ પર ચાલી રહેલી 14 નોન-એસી લોકલ ટ્રેનોને અપગ્રેડ કરીને એસી સેવાઓ તરીકે ચલાવવામાં આવશે. આ પગલાથી દૈનિક મુસાફરોને ગરમી અને કોચમાં ભીડ વચ્ચે વધુ આરામદાયક મુસાફરીનો અનુભવ મળશે, તેમજ મુંબઈની લોકલ ટ્રેન વ્યવસ્થામાં આધુનિક સુવિધાઓનો પણ વધારો થશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
