
ભિવંડીમાં સ્થપાયેલા સર્વપ્રથમ શિવાજી મંદિરમાં હિન્દવી સ્વરાજના જનક અને મહાન રાજવી છત્રપતી શિવાજી મહારાજની શૌર્યગાથા દર્શન થઈ શકશે. આ મંદિરની રચના એક કિલ્લાના સ્વરૃપમાં કરવામાં આવી છે.
મંદિરમાં છત્રપતી શિવાજી મહારાજની ભવ્ય મૂર્તિ સ્થાપવામાં આવી છે. અયોધ્યાના રામ મંદિરના પ્રભુ રામની મૂર્તિ ઘડનારા શિલ્પકાર અરૃણ યોગીરાજે શિવાજી મહારાજની મૂર્તિ ઘડી છે.

ગઢ-કિલ્લાના સ્વરૃપમાં અઢી હજાર ચોરસ મીટરની વિશાળ જગ્યામાં આ ૭ થી ૮ કરોડના ખર્ચે મંદિર ઊભું કરવામાં આવ્યું છે. મંદિરના મુખ્ય પ્રવેશદ્વારની ઊંચાઈ ૪૨ ફૂટની છે. મંદિરની ઉપર પાંચ કળશ છે. ગર્ભગૃહની ઉપર ૪૨ ફૂટનો સભામંડપ છે. તેની સાથે ગોળાકાર બુરજ પણ બાંધવામાં આવ્યો છે.
મંદિરની અંદર ૩૬ વિભાગમાં છત્રપતી શિવાજી મહારાજના ઈતિહાસનું દર્શન કરાવતા શિલ્પો જોવા મળે છે. મંદિરની અંદરના સ્તંભો પર બારીક નક્શીકામ કરવામાં આવ્યું છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
