July 27, 2024
11 11 11 AM
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો
વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો
પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો
બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો
Breaking News
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો

લોકલ ટ્રેનોના એરકન્ડિશન્ડ અને ફર્સ્ટ-ક્લાસ કોચમાં ટિકિટ વિનાના મુસાફરોની વધતી ફરિયાદોને લીધે ટાસ્ક ફોર્સ શરૂ કરાઈ

 સબર્બનની લોકલ ટ્રેનોના એરકન્ડિશન્ડ (AC local train) અને ફર્સ્ટ-ક્લાસ કોચમાં ટિકિટ વિનાના મુસાફરોની વધતી ફરિયાદોને લીધે મધ્ય રેલવે (Central Railway) મુંબઈ વિભાગે રવિવારે નિયમવિરુદ્ધ મુસાફરી અથવા મુસાફરોને પડતી અન્ય સમસ્યાઓને દૂર કરવા માટે પ્રથમ વખત એસી ટાસ્ક ફોર્સ શરૂ કરી છે.

પીક અવર્સ દરમિયાન મુસાફરોને સહાય પૂરી પાડવા માટે વોટ્સઅપ ફરિયાદ નંબર: ૭૨૦૮૮૧૯૯૮૭ રજૂ કરવામાં આવ્યો છે. આ નંબર ફક્ત મેસેજ કરવા માટે છે અને તેના પર કોઈ ફોન કૉલ્સ કરી શકાશે નહીં.

મધ્ય રેલવે તરફથી એક અખબારી નિવેદનમાં જણાવાયું છે કે, એસી લોકલની મુસાફરી સલામત અને આરામદાયક હોવાથી, એસી લોકલ સેવાઓ માટે મુસાફરો તરફથી જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે. આ પહેલનો હેતુ એસી લોકલ/ફર્સ્ટ ક્લાસ કોચમાં નિયમવિરુદ્ધ મુસાફરી સંબંધિત સમસ્યાઓને તાત્કાલિક ઉકેલવાનો છે, જે કિસ્સાઓમાં તાત્કાલિક સહાય પૂરી પાડવી શક્ય ન હોય, ત્યાં મુદ્દાને ઉકેલવા માટે બીજા દિવસે તપાસ હાથ ધરવામાં આવશે.

એસી લોકલ અને ફર્સ્ટ-ક્લાસ કોચમાં નિયમવિરુદ્ધ મુસાફરીના મુદ્દાઓ પર દેખરેખ રાખવા અને તેના નિકાલની ખાતરી કરવા માટે એક વિશેષ મોનિટરિંગ ટીમ પણ બનાવવામાં આવી છે.

મધ્ય રેલવેનું ઉપનગરીય નેટવર્ક તેની દૈનિક ૧,૮૧૦ સેવાઓ દ્વારા આશરે ૩.૩ મિલિયન મુસાફરોનું વહન કરે છે. મધ્ય રેલવે સીએસએમટી -કલ્યાણ વચ્ચે છ રેક સાથે દરરોજ ૬૬ એસી લોકલ સેવાઓ ચલાવે છે, જે દરરોજ આશરે ૭૮,૩૨૭ પ્રવાસી અવરજવર કરે છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us