
નવેસરથી ઊભા રહેતા ઝૂપડાઓ તમામ નિયોજન પ્રાધિકરણ માટે માથાનો દુખાવો બન્યા છે. આવા ગેરકાયદે ઝૂપડાઓ રોકવા માટે અત્યાર સુધી કરવામાં આવેલા પ્રયત્ન નિષ્ફળ ગયા છે. હવે ઝૂપડપટ્ટી પુનર્વસન પ્રાધિકરણે નવેસરથી ઊભા રહેનારા ઝૂપડાઓ રોકવાનું નક્કી કર્યું છે. એના માટે ખાસ અમલબજાવણી કક્ષ સ્થાપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
અત્યાધુનિક ટેકનોલોજીની મદદ લઈને નવા ઊભા થયેલા ઝૂપડાઓ તોડીને એના પર કાર્યવાહી કરવાની જવાબદારી આ કક્ષને સોંપવામાં આવશે. પ્રાધિકરણના મુખ્ય કાર્યકારી અધિકારી ડો. મહેન્દ્ર કલ્યાણકરે છેલ્લા નવ મહિનામાં રખડી પડેલી ઝૂપડપટ્ટી પુનર્વસન યોજના ફરીથી શરૂ કરવા પ્રયત્ન ચાલુ કર્યા છે. અત્યારે 1991 યોજના મંજૂર છે જેના લીધે 6 લાખ 3 હજાર 374 ઝૂપડાવાસીઓનું પુનર્વસન થશે. અત્યાર સુધી 2 લાખ 57 હજાર 403 ઘરને ઓસી આપવામાં આવ્યા છે.

3 લાખ 45 હજાર ઘરનું બાંધકામ ઝડપથી ચાલુ છે. હવે નવેસરથી ઝૂપડા ઊભા ન થાય એ માટે પ્રાધિકરણે ખાસ કક્ષની સ્થાપના કરવાનું નક્કી કર્યું છે. દરેક વોર્ડમાં આવો કક્ષ સ્થાપવામાં આવશે અને સંબંધિત એક્ઝિક્યુટીવ એન્જિનિયર પર મુખ્ય જવાબદારી સોંપવામાં આવશે. આ કક્ષમાં ઉપજિલ્લાધિકારી તેમ જ સક્ષમ પ્રાધિકારીનો સમાવેશ કરવામાં આવશે. સંબંધિત વોર્ડના ઝૂપડપટ્ટીયુક્ત પરિસરના ફોટો કાઢવામાં આવે અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આ ફોટાઓ સાચવી રાખવામાં આવે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
