ઉલ્હાસનગરમાં બનેલી ગોળીબારની ઘટનામાં મહારાષ્ટ્રના રાજકારણમાં ઘરે પ્રત્યાઘાત પડયા હતા. આ ઘટનામાં વિપક્ષોએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના રાજીનામાની માગણી કરી હતી, કારણ કે થાણે જિલ્લામાં જમીન વિવાદને લીધે ભાજપના ધારાસભ્યએ શિવસેના (શિંદે જૂથ)ના નેતાને ગોળીબાર ઘાયલ કર્યો હતો. ભાજપ અને શિંદેની આગેવાની હેઠળની સેના રાજ્યમાં સત્તામાં ભાગીદાર છે. તેથી સત્તાધારી પક્ષોનું જ આવું વરવું રૂપ બહાર આવતા આ માગણી કરવામાં આવી હતી.

કોંગ્રેસે દાવો કર્યો હતો કે આ ઘટના રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ હોવાનું સૂચવે છે. જ્યારે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (યુબીટી)એ કહ્યું હતું કે શિંદે જ તેના માટે જવાબદાર છે. જ્યારે એનસીપીના પ્રમુખ શરદ પવારે આ સમગ્ર ઘટનાને ચિંતાજનક ગણાવી કહ્યું હતું કે સત્તાના દુરુપયોગની  પણ એક સીમા હોય છે.

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે આ સમગ્ર ઘટનાનો અત્યંત ગંભીર અને ચિંતાજનક ગણાવી હતી. આ સંદર્ભે ‘એક્સ’ મિડિયા હેન્ડલ પર ચવ્હાણે જણાવ્યું હતું કે ઉલ્હાસનગરના હિલ લાઇન પોલીસ સ્ટેશનમાં બનેલી આ ઘટના ફક્ત રાજ્યના કાયદા અને સુવ્યવસ્થાની સામે પડકારજનક જ નહીં પણ સરકારની વિશ્વસનીયતા અને જવાબદારી સામે પણ પ્રશ્નાર્થચિન્હ ઊભું કરે છે.

રાજ્યના વિરોધપક્ષના નેતા વિજય વડેટ્ટીવારે ગોળીબારની ઘટનાને સત્તાના ઘમંડ અને બદલાની રાજનીતિ તરીકે ગણાવી હતી. વડેટ્ટીવારે જણાવ્યું હતું કે આ ઘટના પરથી રાજ્યમાં કાયદો અને સુવ્યવસ્થા પડી ભાંગી હોવાનું સ્પષ્ટ થાય છે. શિંદેએ ઉદ્ધવ ઠાકરેને ધોકો આપ્યા હતો અને હવે ભાજપ સાથે પણ શિંદે આવું જ કરશે તેવું જણાવ્યું હતું. વડેટ્ટીવારે વધુમાં જણાવ્યું હતું કે ગણપત ગાયકવાડે માધ્યમોને જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન શિંદેના પુત્ર ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. આ બાબતે દેવેન્દ્ર ફડણવીસે તેમ જ ભાજપના વરિષ્ઠોના કાને આ વાત નાખ્યા બાદ પણ કોઈ હલચલ થતી નથી એ વાત જ મહાયુતિનો સાચો રંગ છતો કરે છે.

રાજ્ય કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભાજપના ધારાસભ્યએ મુખ્ય પ્રધાન સામે કરેલા આક્ષેપ બહુ ગંભીર છે અને મુખ્ય પ્રધાને તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ.

શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે આ સમગ્ર ઘટના માટે મુખ્ય પ્રધાન શિંદેને જવાબદાર ગણી દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રમાં સરકાર પણ ‘ટોળાશાહી’ અને ‘ગુંડાગીરી’ દ્વારા બનાવવામાં આવી છે. મુખ્ય પ્રધાનના જિલ્લામાં આ ઘટના બની હોવાથી તેઓ જ આ માટે કારણભૂત છે તેવું રાઉતે જણાવ્યું હતું.

એનસીપીના કાર્યકારી પ્રમુખ સુર્પિયા સૂળેએ જણાવ્યું હતું કે ‘શું ગૃહપ્રધાન ફડણવીસે ભાજપના નેતાઓને કાયદો અને વ્યવસ્થા સાથે રમવાનું લાયસન્સ આપ્યું છે?’

આ સમગ્ર ઘટના બાબતે પ્રતિક્રિયા આપતા મહારાષ્ટ્રના ડીસીએમ અજિત પવારે જણાવ્યું હતું કે ચૂંટાયેલા પ્રતિનિધિએ આ રીતે કાયદો હાથમાં લેવો યોગ્ય નથી. આ મુદ્દે હું ફડણવીસ સાથે વધુ ચર્ચા કરીશ.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Ki5gqQ1M2X4HvxQqevbpKp

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us