
મુંબઈની આગવી ઓળખ સમાન ઐતિહાસિક મહાલક્ષ્મી મંદિર પરિસરના સૌંદર્યીકરણ પાછળ મહાપાલિકા તરફથી ૬૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ હેરિટેજ સાઈટનું સંવર્ધન કરવાની સાથે મહાલક્ષ્મીના દર્શનાર્થીઓ અને ભક્તોની સુવિધાનો ખ્યાલ રાખીને મંદિર પરિસરને નવો આપ આપવામાં આવશે.
મહાલક્ષ્મીના સૌૈંદર્યકરણની કામગીરી બે તબક્કામાં પાર પાડવામાં આવશે. પહેલાં તબક્કામાં મંદિરનું ઐતિહાસિક મહત્ત્વ જાળવી રાખવાની સાથે ભક્જનોની વિવિધ સુવિધાઓપાછળ ૨૫ કરોડ રૃપિયાનો ખર્ચ થશે. આ પ્રોજેકટને વહીવટી મંજૂરી મળી ગયા પછી કામ શરૃ કરવામાં આવશે.
મહાલક્ષ્મી મંદિરનો સમાવેશ હેરિટેજ સાઈટમાં થતો હોવાથી મંદિર પરિસરનેનવો ઓપ આપવાની કામગીરી શરૃ કરતા પહેલાં મુંબઈ હેરિટેજ કમિટીની પરવાનગી લેવામાં આવી છે.આ સ્થળનું સોઈલ ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું છે.

મંદિર લેઝર લાઈટથી ઝળહળશે
મહાલક્ષ્મી માતાના ભક્તોના અવિરત પ્રવાહથી ધમધમતા આ મંદિર પરિસરમાં સુવિધા વધારવાની સાથે સૌંદર્યકરણ કરવામાં આવશે. આ રીતે મંદિર પરિસરને નવો અપાશે
• મંદિરને લેઝર લાઈટિંગથી ઝળહળતું કરવામાં આવશે.
• ભક્તો મંદિર સુધી આસાનીથી પહોંચી શકે માટે સ્કાયવોક બાંધવામાં આવશે.
• મંદિર તચરફ જતા રસ્તા અને ફૂટપાથો સુધારવામાં આવશે.
• ભક્તોને ચાલવામાં મુશ્કેલી ન પડે એ રીતે બહારના સ્ટોલની નવેસરથી ગોઠવણી કરવામાં આવશે.
• ઐતિહાસિક મંદિરના દેખાવને અનુરૃપ પારંપારિક સ્થાપત્યકળાની મદદથી આસપાસના વિસ્તારનું સૌંદર્યકરણ કરવામાં આવશે.
• આકૃતિ પાર્કિંગ એરિયાથી મંદિર સુધીનો બ્રિજ બાંધવામાં આવશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
