
સસ્તા દરે ડ્રાયફ્રુટ -ખરીદવાની લાલચમાં મુલુન્ડમાં રાજુ માનવ સેવા કેર ટેકર -સર્વિસ સેન્ટર ચલાવતા રાજુ પંચમ સિંગ (૩૮)એ સાયબર ફ્રોડમાં રૂા.૧,૪૫,૪૯૦ ગુમાવ્યા હોવાનો કેસ મુલુન્ડ પોલીસે નોંધ્યો છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મુલુન્ડ (વે)માં ગૌશાળા રોડ સ્થિત રામગઢમાં રહેતા રાજુએ ફેસબુક પર -શ્રીરામ ડ્રાયફુટની જાહેરાત જોઈ જેમાં સસ્તા દરે ડ્રાયફ્રુટ મળશે એવું લખેલું હતું અને વોટ્સએપની એક લિંક આપી હતી. રાજુએ તે લિંક પર ક્લિક કરતાં શ્રીરામ ડ્રાયફ્રુટ નામનું વોટ્સએપ અકાઉન્ટ ખૂલ્યું અને તેમાં ખાતાધારકે ડ્રાયફ્રુટની કિંમતનું લિસ્ટ પાઠવ્યું જેમાં રાજુએ એક કિલો ડ્રાયફ્રુટ જોઈતું હોવાનું જણાવ્યું હતું.

તેથી ખાતાધારકે તેમને પેમેન્ટ માટે એક લિંક મોકલી, જેમાં રાજુએ રૂા.૪૫૦ મોકલવાની ક્રોશિશ કરી જે ફેઈલ ગઈ. ત્યારબાદ ખાતાધારકે વોટ્સએપ ક્યુઓર કોડ સ્કેન કરીને રૂા. ૨૨ મોકલીને ઓટીપી નાખવા જણાવ્યું અને રાજુએ જેવો ઓટીપી દાખલ કર્યો ને આંખના પલકારામાં ૧૬ ટ્રાન્ઝેક્શન થકી ખાતાધારક ગઠિયાએ રૂા.૧,૪૫,૪૯૦ તેના અકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરી લીધા હતા, જેને પગલે રાજુએ પ્રથમ મુલુન્ડ પોલીસ સ્ટેશનના અધિકૃત ઈમેલ આયડી પર ફરિયાદ નોંધાવી અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં જઈને સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાવી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
